હવે માનુષી છિલ્લર ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર

1041

હાલમાં જ મીસ વર્લ્ડનો તાજ જીતીને ભારતનુ નામ રોશન કરનાર માનુષી છિલ્લરને હવે બોલિવુડમાં લોંચ કરવા માટેની તૈયારી કેટલાક નિર્માતા નિર્દેશકો દ્વારા હાથ ધરવામાં આવી છે.  બીજી બાજુ ફિલ્મોમાં કામ કરવા માટે હજુ સુધી ઇન્કાર કરી રહેલી માનુષી હવે રણવીર સિંહ સાથે એક નવી જાહેરાતમાં કામ કરી ચુકી છે. જાણકાર લોકો કહે છે કે તે આ રીતે ધીમી ગતિથી બોલિવુડમાં પ્રવેશ કરી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ માનુષીને પોતાની ફિલ્મમાં લેવા માટે કેટલાક નિર્માતા દ્વારા ઓફર પણ કરવામાં આવી ચુકી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે સલમાન ખાન પણ માનુષીને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં તક આપવા માટે ઇચ્છુક છે. તે પોતાની સાથે જ તેને અભિનેત્રી તરીકે લેવા માટે ઇચ્છુક છે. માનુષી બોલિવુડમાં હવે પોતાની ઇનિગ્સ ક્યારે શરૂ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. હવે એવી અફવા છે કે સલમાન ખાન તેને સૌથી પહેલા તક આપી શકે છે. સ્પર્ધામાં તેના હજુ સુધીના સફર અને તેના ફોટાને જોયા બાદ તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. સલમાન પોતે માનુષીને જોરદાર ડેબ્યુ આપવા માટે ઇચ્છુક છે. સલમાને અનેક અભિનેત્રીઓનવે તક આપી છે.