માનવથી માનવને જોડવાનું રાજકારણ મે અપનાવ્યું છે : પ્રિ મોહંમદઅલી કાદરી

1565

ગુજરાત રાજ્ય હજ કમિટીનાં ચેરમેન પ્રિ.મોહંમદઅલી કાદરી સહિત સભ્યો આજે ભાવનગર ખાતે લોકસંસાર દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જ્યાં લોકસંસારનાં મેનેજીંગ તંત્રી મુન્તઝીર સીદાતરે સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે પ્રિ.કાદરીએ આપેલી એક મુલાકાતનાં અંશો અહિ પ્રસ્તુત છે.

(૧) આપ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરો છો તો આપે કરેલા કાર્યો જણાવો ખાસ કરીને મુસ્લીમ સમાજ માટેના કરેલા કાર્યો જણાવો  ?

અટલ બિહારી બાજપાય જેવા ઉદારમતવાદી નેતાઓ અને તેમની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવીત થઈ યુવાન વયે હું જન સંઘમાં ૧૯૭૦માં જોડાયો હતો. પાર્ટીમાં રહી હિંદુ અને મુસલમાનો વચ્ચે કોંગ્રેસે જે અંતર ઉભુ કર્યુ છે તેને મિટાવવાનો અને માનવથી માનવને જોડવાનું રાજકારણ મે અપનાવેલ છે.

(૨) ગુજરાતના મુુસ્લીમમાં વરિષ્ઠ સનીષ્ઠ પ્રમાણિક અને નિષ્ઠાવાન અગ્રણીઓને કારણે ભારતીય જનતા પાર્ટી સાથે મુસ્લીમ સમાજ જોડાયેલો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય રહેલા મુસ્લીમ નવયુવાનોને આપ શું સેંદેશો આપશો ?

લોકશાહીમાં વિવિધ રાજકીય પાર્ટીઓનું પોતાનું સ્થાન હોય છે. તેમણે લોકો માટે જાહેર કરેલી નિતીઓ અને પક્ષના બંધારણો પણ લગભગ એક સરખા હોય છે. સવાલ દાનતનો હોય છે કોંગ્રેસે પોેતાના૭૦ વર્ષના એક ચક્રીય શાસનમાં મુસ્લીમોને લોલીપોપ આપવાનું કામ કર્યું પરિણામ એ આવ્યું કે કોગ્રેસે પોતે બનાવેલી સચ્ચર સમિતીના અહેવાલ મુજબ ભારતનો મુસલમાન સૌથી વધુ અશક્ત સૌથી વધુ બે રોજગાર અને સૌથી વધુ પીડીત રહ્યો છે. કોંગ્રેસના શાસનમાં મુસ્લીમોની વસ્તી ૧૪ ટકા પણ જેલોમાં મુસ્લીમ કેદીઓની સંખ્યા ૪૦ ટકા મુસમાન કોંગ્રેસને એક તરફી પ્રેમ કરતા રહ્યા બદલામાં તેમને ગરીબી, બેકારી, કોમી રમખાણો જેલ અને ટાડા મળ્યા બહુમત કોમની સહાનુભૂતિ ગુમાવીએ વધારામાં મુસ્લીમ યુવાનોને મારો સંદેશ છે કોઈ ચાહે કે ન ચાહે આવનારા ૨૫, ૫૦ વર્ષે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેવાનું છે અને સબકા સાથ અને સબકા વિકાસના લાભો મુસ્લીમો સુધી પહોચવાના છે.

(૩) ભારતના મુસ્લીમોના રાષ્ટ્રપ્રેમ શંકા કરવાનું કારણ જ નથી છતા પણ મુસ્લીમો રાષ્ટ્રને પ્રેમ કરે છે તે માટે વાંરવાર સાબીતી દેવી પડે છે આ ન દેવી પડે તેના માટે ઉકેલ  શું ?

રાષ્ટ્ર પ્રેમ ઈસ્લામનુ અભિન્ન અંગ છે અને ઈમાનનો ભાગ છે એટલે એક સાચા અને પાકા મુસ્લીમોને પોતાના રાષ્ટ્રપ્રેમનો પૂરાવો આપવો પડે છે તેનાથી દુઃખદ શું હોય છે. મુસ્લીમોએ માદરેવતન હિન્દુસ્તાન માટે પોતાના હૃદયમાં સંઘરી રાખેલો રાષ્ટ્રપ્રેમ શાબ્દીક અને જમીની સ્તર ઉપર બીજાની જેમ જાહેર પ્રદર્શન કરવા માટે સંકોચ ન કરવો જોઈએ. મુસ્લીમો ભારતને  દિલોજાનથી ચાહે છે તે વાત આચાર વિચાર અને કર્મથી મુક્ત પણે વ્યક્ત કરવી જોઈએ.

(૪) આપ જ્યારે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન તરીકે  સફળ નેતૃત્વ સ્થાપીત કરી શક્યા છો એ માટે આપ કોને કોને યશ ભાગી ગણશો.

કોઈ પણ વ્યક્તિની સફળતા પાછળ તે એકલો નહી પણ સમગ્ર ટીમ હોય છે. અને જે સંસ્થાએ જવાબદારીઓ સોપી તે હોય છે ગૌરવ સાથે હુ કહુ તો ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય અને કેન્દ્રની સરકારોનો અને વિશેષ ભારતીય જનતા પાર્ટીના સંગઠનો સિંહફાળો રહ્યો છે. જેમણે સ્વતંત્રતા સાથે સબકા સાથ સબકા વિકાસ સુત્રને સાર્થક કરવા માટે ખરા દિલનો સહકાર આપ્યો છે. ગુજરાત હજ કમિટીના કર્મચારીઓ સમગ્ર ગુજરાતના ફિલ્ડ ટ્રેનરો ગુજરાતી સેવાભાવી સંસ્થાઓ નામી અનામી ખીદમદ ગુજારો અને મારી હજ કમિટીના સંક્રિય સભ્ય વિશેષમાં સૈયદ રફીકબાપુ લીમડાવાળા યુનુસભાઈ મહેતર, સાહેબખાન પઠાણ, યુનુસભાઈ તલાટ, સબીરભાઈ હમીદાણી, યાસીન અજમેરવાળા અને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા ખભે ખભો  મિલાવીને સાફ નિયત સહિ વિકાસ સુત્રને ગુજરાત રાજ્ય હજ કમિટીએ આ સુત્રની જાહેરાત પહેલા મુર્તીમંત કરીને સ્વીકાર્યુ હતું.

(૫) આપ છેલ્લા પાંચ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા છો ત્યારે આટલી જ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય રહેલા યુવાનો કેવી રીતે રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપે ?

જેવી રીતે ભારતનો નાગરીક રાષ્ટ્રને પ્રથમ અગ્રતા આપે છે તેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીને પ્રથમ અગ્રતા આપવી જોઈએ એટલે આપોઆપ ત્યાગ, સમર્પણ અને નિષ્ઠા કાર્યકર્તાના હૃદયમાં જન્મ લેતી હોય છે.

Previous articleશહેર ભાજપે બોરતળાવમાં નવા નીરના વધામણા, જળ પૂજન કર્યું
Next articleજેસરના ચોક ગામે યુવાનની હત્યા