વિદેશમાં ‘સંજૂ’ની ધાકડ કમાણી,  અત્યાર સુધીનું વર્લ્ડવાઈડ કલેક્શન ૪૪૫ કરોડ રૂપિયા..!!

1103

સંજય દત્તના જીવન પર બનેલ ફિલ્મ સંજૂએ આવતા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. મળતી માહિતી મૂજબ ૧૦ દિવસમાં આ ફિલ્મે અનેક રેકોડ્‌ર્સ બનાવ્યા છે. ફિલ્મો ટોપ-૧૦ વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મની યાદીમાં સ્થાન મેળવ્યું છે. અહેવાલ અનુસાર સંજૂનું ૧૦ દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન ૪૪૫ કરોડ રૂપિયા રહ્યું છે અને સતત સારો બિઝનેસ કરી રહી છે. બોલિવીડની ટોપ-૧૦ વર્લ્ડવાઈડ કલેક્શન કરનારી ફિલ્મોમાં પ્રથમ નંબર બાહુબલી-૨ છે, જેણે ૮૦૨ કરોડ રૂપિયાની કમામી કરી હતી. જ્યારે શાહરૂખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસને પાછળ છોડીને સંજૂએ આ યાદીમાં ૧૦મું સ્થાન મેળવ્યું છે. યાદીમાં આમિર ખાન અને સલમાન ખાનની ૩-૩ ફિલ્મ છે. ૧. ’બાહુબલીઃ ધ કન્ક્‌લૂઝન’ – ૮૦૨ કરોડ રૂપિયા ૨. ’દંગલ’ – ૭૦૨ કરોડ રૂપિયા ૩. ’પીકે’ – ૬૧૬ કરોડ રૂપિયા ૪. ’બજરંગી ભાઈજાન’ – ૬૦૪ કરોડ રૂપિયા.