આડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂના ર૦ ચપટા ઝડપાયા

1199

શહેરના આડોડીયાવાસ વિસ્તારના રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે રેડ કરી ઈંગ્લીશ દારૂના ર૦ ચપટા ઝડપી લીધા હતા. જ્યારે મહિલા બુટલેગર નાસી છુટી હતી.

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચના મુજબ ભાવનગર શહેરમાં ચાલતી પરપ્રાંતીય દારુની પ્રવૂતીને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. ઠાકર તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણીએ સર્વેલન્સ સ્ટાફને સફળ કામગીરી કરવા જણાવતા આજરોજ ધોધારોડ પો.સ્ટે.ના સર્વેલન્સના આસી.સબ ઇન્સ. એમ.એમ.મુનશી, હેડ કોન્સ. વાય.એન.જાડેજા, પો.કોન્સ. ફારૂકભાઇ મહીડા, ચિંતનભાઇ મકવાણા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ એમ પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન પો.કોન્સ. ફારૂકભાઇ મહીડાને મળેલ અતી ખાનગી બાતમી આધારે ત્રીશીલાબેન યોગેશભાઇ આડોડીયા, રહે.આડોડીયાવાસ, ભાવનગરવાળાના રહેણાંક ખાતે રેઇડ કરી પરપ્રાંતીય ઇંગ્લીસ દારૂની બોટલ નંગ-૨૦, કિ.રૂા.૨૦૦૦/- નો મુદામાલ મળી આવતા કેસ કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ.

Previous articleવેળાવદરના વીજ લાઈનમેન નીનામાની સરાહનીય કામગીરી
Next articleપડતર પ્રશ્ને સફાઈ કામદારો દ્વારા પ્રતિક ધરણા યોજાયા