ગ્રામ્ય જિલ્લા-કક્ષાના કલા મહાકુંભનું થયેલુ આયોજન

2032

જિલ્લા રમત ગમત કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા જિલ્લાકક્ષાનો કલા મહાકુંભનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા તથા પ્રાંત અધિકારી એન.ડી મૈયાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ જેમા છ (૬) સ્પર્ધાઓ તાલુકામાં પ્રથમ નંબરે આવેલ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ. જેમા ૭૪૫ કલાકારોએ ભાગ લીધેલ છે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન, તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીમાંથી હરેશ મકવાણા, હિતેષભાઈ મેસવાણીયા, હેમાબેન વેલારી, રાજેન્દ્રસિંહ ગોહિલ, ગોસ્વામી ગીરીભાઈ હાર્દિકભાઈ ટાંક, જહેમત ઉઠાવી હતી.

Previous articleમહુવાના વાઘવદરડા ગામે ૨૦ મકાનો ધરાશાયી થયા
Next articleપવનચક્કી હટાવોનાં નારા સાથે કતપર ગ્રામજનોએ રેલી કાઢી, આંદોલનનો પ્રારંભ