GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

4183

(૧૦૩) વડોદરાના લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોમાં બનેલ પ્રથમ ફિલ્મ કઈ છે ?
– રાણકદેવી
(૧૦૪) ગુજરાતની ત્રણ અંતઃસ્થ (કુમારિકા) નદી કઈ છે ?
– બનાસ, રૂપેણ, સરસ્વતી
(૧૦૫) સૌરાષ્ટ્રની ત્રણ અંતઃસ્થ (કુમારિકા) નદી કઈ છે ?
– મચ્છુ, બ્રહ્માણી, ફલ્કુ
(૧૦૬) ધોળીધજા અને નાયકા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
– વઢવાણ ભોગાવો
(૧૦૭) બાવાગોરની ખાણ શેના માટે જાણીતી છે અને તે ક્યાં આવેલ છે ?
– અક્કિ (રતનપુર જી.ભરૂચ)
(૧૦૮) પ્રાગઐતિહાસિક કાળના ડાયનાસોર ના ઈંડા મળી આવ્યા હોય તેવું સ્થળ “રૈયાલી” ક્યાં જીલ્લામાં આવ્યું છે ?
– મહીસાગર
(૧૦૯) ભારતની સૌથી પ્રાચીન પર્વત શ્રેણી કઈ છે ?
– અરવલ્લી
(૧૧૦) “ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા” દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ ક્યુ છે ?
– નવસારી
(૧૧૧) નર્મદા જીલ્લામાં સરદાર સરોવર બંધ ક્યાં બેટ પર આવેલો છે ?
– સાધુબેટ (નવાગામ)
(૧૧૨) દાહોદ જિલ્લાના ક્યાં શહેરને જૂના રજવાડી શહેર તરીકે ઓળખવામાં આવે છે ?
– દેવગઢ બારિયા
(૧૧૩) તાપી નદી ગુજરાતમાં ક્યાં સ્થળેથી પ્રવેશે છે ?
– હરણફાળ
(૧૧૪) નર્મદા નદી ગુજરાતમાં ક્યાં સ્થળેથી પ્રવેશે છે ?
– હાંફેશ્વર
(૧૧૫) વિશ્વભરમાં દીવાલ ઘડિયાળ બનાવવા માટે ગુજરાતનું ક્યુ શહેર જાણીતું છે ?
– મોરબી
(૧૧૬) ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉધાન “બોટનિકલ ગાર્ડન” ક્યાં જિલ્લામાં આવેલો છે ?
– ડાંગ (વઘઇ)
(૧૧૭) ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યુ છે ?
– બરોડા મ્યુઝયમ એન્ડ પિક્ચર ગેલેરી
(૧૧૮) ગાંધીનગર કઈ સાલમાં ગુજરાતનું પાટનગર બન્યું ?
– ૧૯૭૧
(૧૧૯) વર્તમાન સાબરકાંઠાનું મુખ્યમથક હિંમતનગરનું જૂનું નામ શું હતું ?
– અહમદનગર
(૧૨૦) નવાનગર (જામનગર) ની સ્થાપના કોણે કરી હતી ?
– જામ રાવલે
(૧૨૧) રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી?
– ઠાકોર વિભોજી જાડેજા
(૧૨૨) મહેસાણા શહેરની સ્થાપના કોણે કરી ?
– મેસાજી ચાવડાએ
(૧૨૩) કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કોણ કરતું હતું ?
– સંત મેકરણ દાદા
(૧૨૪) કર્કવૃત બે વખત ઓળંગતી એકમાત્ર નદી કઈ છે ?
– મહી
(૧૨૫) શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે?
– મેશ્વો
(૧૨૬) જમશેદજી ટાટાનું જન્મ સ્થળ ક્યુ છે ?
– નવસારી
(૧૨૭) ગુજરાતમાં મીની કશ્મીર તરીકે ક્યો જિલ્લો ઓળખાય છે ?
– નર્મદા
(૧૨૮) સૌરાષ્ટ્રનું કશ્મીર તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે ?
– મહુવા
(૧૨૯) પારસીઓ સૌપ્રથમ ક્યાં બંદરે ઉતર્યા હતા ?
– સંજાણ (વલસાડ)
(૧૩૦) ગુજરાતનું એકમાત્ર સુનિયોજિત (પ્લાન સિટી) શહેર ક્યુ છે ?
– ગાંધીનગર
(૧૩૧) ગાંધીનગરમાં કુલ કેટલા સેક્ટર છે ? – ૩૦
(૧૩૨) ગુજરાતનું સૌથી મોટું “હેમુ ગઢવી નાટ્યગૃહ” ક્યાં આવેલું છે ? – રાજકોટ
(૧૩૩) ગુજરાતનો સૌથી પ્રતાપી શાસક “સિદ્ધરાજ જયસિંહ”નો જન્મ ક્યાં થયો હતો ?
– પાલનપુર
(૧૩૪) કચ્છમાં સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં ડુંગર પર આવેલી છે ?
– હબા ડુંગર

Previous articleભાવનગરમાં ટ્રાન્સપોર્ટરોની આક્રમક લડત
Next articleફિલ્મના શૂટિંગ પહેલા રુચા ચઢ્ઢાની શકિલા સાથે મુલાકાત!