મહાપાલિકાના વિપક્ષી નેતાની વરણી માટે આગેવાનો આવ્યા હોવાની વાત ભ્રામક પ્રચાર : જયદિપસિંહ

1049

ભાવનગર મહાનગર પાલિકા કોંગ્રેસ પક્ષના નેતાની થનારી વરણી પ્રશ્ને કોંગ્રેસના ૧૭ નગરસેવકોમાં તહેર-તરેહની વાતો અને ચર્ચાઓ મહાનગર સેવા સદન ભવન ખાતે થઈ રહી છે.

લાંબા સમયથી નેતાનો પ્રશ્ન પ્રદેશકક્ષાએથી અટવાયેલો પડયો છે. આજે  એકા એક કોંગ્રેસના કેટલાંક કોર્પોરેટરોએ સેવા સદનમાં એવો પ્રચારનો ગબારો ઉભો કર્યો કે, અમદાવાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સરર્કીટ હાઉસમાં નેતા પદના ઉમેદવાર મુદ્દે ચર્ચા માટે આવ્યા છે અને કોંગીના કેટલાંક નગરસેવકો પાર્ટી નેતા જયદિપસિંહ ગોહિલ કે અન્યને જાણ કર્યા વગર સરકીટ હાઉસ દોટ મુકીને પહોંચી ગયા હતા.

સરકીટ હાઉસ જનારાઓમાં ઈકબાલ આરબ, કાંતિભાઈ ગોહિલ, હિમત મેણીયા, ઘનશ્યામભાઈ ચુડાસમા વિગેરેના નામોનો સદનમાં ઉલ્લેખ થઈ રહ્યો હતો. મહાનગર પાલિકા કોંગ્રેસ પક્ષના નેતા પ્રશ્ને કોંગ્રેસના આગેવાનો કોર્પોરેટરોને સાંભળવા ભાવનગર આવ્યા છે તેની જાણકારી માટે જયદિપસિંહ ગોહિલને પુછતા તેમણે સાફ સાફ શબ્દોમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશ કોંગ્રેસના કોઈ નેતા કે, આગેવાનો આ પ્રશ્ને ભાવનગર આવ્યા નથી મને તેની કોઈ માહિતી કે જાણકારી નથી, આ વાત ભ્રામક ગબારા જેવી ગણાવી હતી.

અત્રે એ વાતની નોંધ જરૂરી બને કે, ભાવનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસના ૧૭ નગરસેવકોમાંથી કેટલાંક નગરસેવકો નેતા પદ માટે સક્ષમ છે, તેની પ્રદેશ કક્ષાએ ઠીક સમયથી વિચારણાઓ ચાલી રહી છે. કોંગ્રેસના એક આગેવાને આ મુદ્દે એવી વાતની ટકોર કરી કે, આગામી ર૦૧૯ સાંસદની ચૂંટણીને નજરમાં રાખીને ૯પ થી મહાનગર પાલિકામાં ભાજપનું શાસન ચાલે છે તેની સામે આગામી દિવસોમાં ટકકર લઈ શકે તેવી વ્યકિતની પસંદગી થવા કોંગ્રેસ વિચારણા કરી રહી છે. જોકે કેટલાંક નગરસેવકો નેતા બનવાની હોડમાં છેલ્લા બે માસથી પ્રદેશ અને તેના આગેવાનો સુધી નેતા બનવાની આધળી દોટ મુકી રહ્યા છે. જોકે જયદિપસિંહ ગોહિલે ટુંકમાં એવી વાત બતાવી આજે કોંગ્રેસના કોઈ આગેવાનો આ મુદ્દે ભાવનગર આવ્યા નથી, આવ્યા હોય તો તેની મને ખબર નથી…બોલો

Previous articleનિષ્કલંક મહાદેવની જગ્યામાં પ્રાથમિક સુવિધા આપવા માંગ
Next articleમહુવાનાં અનેક વિસ્તારોમાં ગટર ઉભરાતા ઠેર ઠેર ગંદકીનો માહોલ