સુશાંત અને કૃતિએ રિલેશનશિપમાંથી બ્રેક લીધો..?!!

960

સુશાંત સિંઘ રાજપૂત અને કૃતિ સેનને તેમની રિલેશનશિપમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

સુશાંત અત્યારે જમશેદપુરમાં ‘કિડ્‌ઝી ઔર મેન્ની’ના શૂટિંગમાં બિઝી છે જ્યારે કૃતિ લંડનમાં ‘હાઉસફુલ ૪’ માટે શૂટિંગ કરી રહી છે. વાસ્તવમાં રિલેશનશિપમાંથી બ્રેક લેવાના તેમના નિર્ણય પાછળનું કારણ તેઓ એકબીજાથી અત્યારે દૂર હોવાનું નથી. એક રિપોર્ટ અનુસાર સુશાંત અત્યારે તેના કામ પર જ પૂરેપૂરું ફોકસ કરવા માગે છે. તે તેની લવ લાઇફના કારણે નહીં પરંતુ તેના એક્ટિંગ પ્રોજેક્ટ્‌સ માટે ન્યૂઝમાં રહેવા માગે છે.