ઢસા ખાતે અનિયમિત બસનાં પ્રશ્ને વિદ્યાર્થીઓમાં ભારે રોષ

1745

ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે એસ.ટી બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ માં રોષ જોવાં મળ્યો હતો. ઢસા જંકશન ખાતે કરોડોનાં ખર્ચે નવનિર્મિત એસ.ટી.ડેપો બનાવવામાં આવેલ છે. પરંતુ આ ડેપો માં અનિયમિત બસો પહેલેથી  જ આવતી ત્યારે અપડાઉન  કરતાં  વિદ્યાર્થીઓ ને ટાઇમ ટેબલ વગરની દોડતી એસ.ટી.બસો ના હિસાબે ભારે મુશકેલીનો સામનો કરવો પડતો હતો

વિદ્યાર્થીઓ દ્રારા આ બાબતે  અનેક વાર રજુવાત.ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતે એસ.ટી ડેપો મેનેજર ઉચ અધિકારીઓ  દ્રારા ખાતરી આપવામાં આવીે  હતીં  કે વિદ્યાર્થીઓ ના ટાઇમ ટેબલ મુજબ બસો આવ છે. હાલ ના દિવસો માં ફરી એસ.ટી તંત્ર દ્વારા  વિદ્યાર્થીઓ ને હેરાન પરેશાન કરવાની મજા આવતી હોય તેવું લાગે છે

જેમ કે છેલ્લા ઘણા દિવસો એસ.ટી ના અધિકારીઓ દ્વારા બસ મા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ના ટાઇમ કરતાં એક થી બે કલાક બસો મોડી કરવામાં આવી છે. આ બાબતે વિદ્યાર્થીઓ માં અને ગ્રામજનો માં ભારે રોષની લાગણી જન્મી છે.આ અંગે અવારનવાર રજુઆતો કરવાં છતાં કોઈ ઉકેલ આવતો નથી. ગઢડા ના પાટણા.પીપરડી.માલપરા.અને આજુબાજુના ગામોમાં થીં ઢસા જંક્શન હાઈસ્કૂલમાં અભ્યાસાર્થે આવતાં વિદ્યાર્થીઓ ને આ અનિયમિત બસોને કારણે ભારે મુશકેલી વેઠવી પડી રહી છે. સમય સર સ્કુલોમાં પણ પહોચી શકાતું નથી. જેનાં કારણે વિદ્યાર્થીઓ  રોષે ભરાયા હતા

આજ હાઇસ્કુલ દ્વારા અનેક વાર બોટાદ જિલ્લા અને ગુજરાત રાજ્ય નુ નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ ગુજરાત અને બોટાદ જિલ્લાનું નામ આખાં ભારત દેશમાં રોશન કર્યું છે તે જ વિદ્યાર્થીઓ હાલ ના દિવસો માં  હેરાન પરેશાન થય રહયાં છે . આ બાબતે તંત્ર કેમ કોઈ ઉકેલ લાવતું નથીં  જીલ્લાના  ઉચ્ચ અધિકારીઓ દ્વારા જલદી થીં વિદ્યાર્થીઓ ની માગણી પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.