અનુપમ ખેર વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મમાં જોવા મળશે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ ‘હોટલ મુંબઇ’ ની ક્રૂ એડ કાસ્ટના સાથે તેમનની ફોટો શેર કર્યો છે. આ ફિલ્મ ૨૬/૧૧ ના મુંબઇ ટેરર એટેક પર આધારિત છે.
૧૦ મી ઓક્ટોબરે એડિલેડ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘હોટલ મુંબઇ’નું પ્રદર્શન કરવામાં આવશે. આ ફિલ્મમાં દેવ પટેલ પણ જોવા મળશે. અનુપમે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “હું જાહેરાત કરું છું કે મેરી એન્થોની મારસ દ્વારા દિગ્દર્શિત આગામી ઇન્ટરનેશનલ ફિલ્મ ‘હોટલ મુંબઇ’ના પ્રિમિયર, ટોરન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ખાતે કરવામાં આવશે.
આ ઉપરાંત, અનુપમ ખેર એક વેબ સિરીઝમાં પણ જોવા મળશે. તેનું નામ ‘ન્યૂ એમ્સટર્ડમ’ છે તે અનુપમ ન્યુરોસર્જનની ભૂમિકામાં જોવામાં મળશે. તિઓ હાલ ન્યૂયોર્કમાં છે, જ્યાંથી તેમણે મંગળવારે ટિ્વટ કર્યું હતું કે, “ન્યૂ યોર્કમાં શૂટિંગ શરૂ થયું ગયું છે અને હું જે સીરીઝ પર કામ કરી રહ્યો છું તેનુંનામ ‘ન્યૂ એમ્સટર્ડમ’ આપવામાં આવ્યું છે.

















