બોટાદ ખાતે જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા

1890

બોટાદ શહેરના જુના વણકરવાસ ખાતે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને બોટાદ પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.

બોટાદ પો.સ્ટેશન વિસ્તારમાં જુગારની ચાલતી પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા માટે પો.ઈન્સ. જે.એમ. સોલંકી તથા હે.કો. અરવિંદભાઈ ઉકાભાઈ મકવાણા હેડ. કોન્સ. નીલેષભાઈ દીનેશભાઈ પરમાર હેડ. કો.અરવિંદભાઈ ઉકાભાઈ મકવાણા હેડ કોન્સ. નીલેશભાી દીનેશભાઈ પરમાર હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી હેડ કોન્સ. ભગીરથસિંહ વીરસંગભાઈ હેડ.કોન્સ. વનરાજભાઈ વીશુભાઈ બોરીચા પો.ઈન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા, પો.કોન્સ. દિગ્વીજયભાઈ જયંવતભાઈ પટગીર બોટાદ જુના વણકરવાસમાં ચરમાળીયાની દેરી પાસે જાહેરમાં જુગાર રમતા કુલ ૦૭ જુગારીઓ જેમા ધર્મેન્દ્રભાઈ ભગાભાઈ પારગી બોટાદ વજુભાઈની વાડી સાળગપુર રોડ ભાવેશભાઈ મનુભાઈ મકવાણા જાતે વણકર બોટાદ નવો વણકરવાસ સાળંગપુર રોડ અલ્તાફભાઈ રસુલભાઈ ધંધુકીયા બોટાદ મુસ્લીમ સોસાયટી સાજીદ ઉર્ફે ઉર્ફે ટીચો સલીમભાઈ ધંધુકીયા રહે બોટાદ ખોજાવાડી નવનાળા પાછળ સીરાજ ઉર્ફે સીરો ડોન હુસેનભાઈ ખલ્યાણી રહે બોટાદ નવનાવા પાસે ખોજાવાડી જીગાભાઈ કરશનભાઈ પરમાર રહે બોટાદ સવગુણનગર સાળંગપુર રોડ રાજુભાઈ પરષોત્તમભાઈ મકવાણા રહે બોટાદ આંબેડકરના પુતળા પાસે સાળંગપુર રોડ તા.જી. બોટાદ વાળાઓને રોકડા રૂપીયા ૧૨૨૬૦ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબની કાર્યવાહી કરેલ.

Previous articleભાવેણાવાસીઓએ તખ્તેશ્વરની ટેકરી પરથી માણ્યો ચંદ્રગ્રહણનો નઝારો
Next articleગોહિલવાડ પંથકમાં વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો પુનઃ ઉચકાયો