એક જેવા રોલ મારા માટે મુશ્કેલઃ અનુષ્કા

1155

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે કહે છે કે આ ફિલ્મ બે લોકોની સુંદર કહાણી છે. તે મારી ખુશકિસ્મતી છે કે હું આ ફિલ્મનો ભાગ છું. શાહરુખ ખાન સાથે આ મારી ચોથી ફિલ્મ છે. ‘ઝીરો’માં કેટરીના મુખ્ય ભૂમિકામાં છે. હું એક સાયન્ટિસ્ટની ભૂમિકામાં છું.

આ ફિલ્મની કહાણી સાથે નાસાનું પણ કંઇક કનેક્શન છે. ફિલ્મ ‘સૂઈ ધાગા’ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની થીમ પર બની રહેલી આ ફિલ્મમાં વરુણ એક ટેલરના રોલમાં છે, જ્યારે હું એક ઇન્ડિપેન્ડન્ટ ડિઝાઇનરનો રોલ કરી રહી છું.

અનુષ્કા હંમેશાં અલગ અલગ પ્રકારનાં પાત્રોમાં જોવા મળે છે. તે કહે છે, કોઇ એક જ પ્રકારના રોલ કરવા મારા માટે મુશ્કેલ હોય છે.

Previous articleસાઉથ સુપર સ્ટાર મહેશ બાબુનું સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરાશે
Next articleયુવા દિશા કેન્દ્ર અને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા નશાબંધી રેલીનું આયોજન કરાયું