રાજુલા-જાફરાબાદ તાલુકામાં ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

889

રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. જેમાં ગુરૂપૂજન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા. બાબરીયાવાડ ગુરૂભક્તિમાં લીન બન્યું હતું.

રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં ભાજપ પરિવાર દ્વારા હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ગુરૂપૂર્ણિમાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજુલા જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં સવારે જે.એ. સંઘવી હાઈસ્કુલ ખાતે ગુરૂ એટલે શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા અને ભાજપ પરિવાર દ્વારા ગુરૂપ્રતિમા સહિત પૂજનમાં માર્કેટ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, હાઈસ્કુલના ટ્રસ્ટી લહેરી, પ્રિન્સીપાલ પંપાણીયા, યુવા ભાજપ મહામંત્રી વનરાજભાઈ વરૂ, ડો.હિતેશભાઈ હડીયા, મહેન્દ્રભાઈ ધાખડા, હિંમતભાઈ જીંજાળા, દિલીપભાઈ જોશી, મહેન્દ્રભાઈ ધાખડા, હિંમતભાઈ જીંજાળા, દિલીપભાઈ જોશી, બાબભાઈ વાણીયા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, રણછોડભાઈ મકવાણા, કનુભાઈ ધાખડા સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ. હાઈસ્કુલનો તમામ શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ તેમજ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, કુલદિપભાઈ વરૂ, વઢેરા સરપંચ કાનાભાઈ વાઘેલા, માજી સરપંચ બચુભાઈ બાંભણીયા સહિત ભાજપના કાર્યકરોએ પ્રથમ વઢેરા ખાતે જળપૂજન ત્યારબાદ વૃક્ષારોપણ અને વઢેરા-બલાણા વચ્ચે આવેલ બાલાજી હનુમાન આશ્રમે સંતો-મહંતોના પૂજન અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા.

Previous articleશિવકુંજ આશ્રમ-જાળીયામાં ગુરૂપૂર્ણિમા
Next articleનારી ચોકડી નજીકથી ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ : શખ્સ ફરાર