જિલ્લામાંથી ૬ માસ સુધી તડીપાર કરેલ શખ્સ ઝબ્બે

1539

ભાવનગર જિલ્લામાંથી છ માસ સુધી તડીપાર કરેલ નવાપરાના શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ ને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લામાંથી છ માસ સુધી તડીપાર થયેલ ઇસમ ઇનાયત ઉર્ફે તોલો યુનુસભાઇ ડેરૈયા ઉ.વ.૨૬ રહેવાસી નવાપરા, ઘોઘાની નાની સડક ભાવનગર વાળાને  નવાપરા કેસરબાઇ મસ્જીદ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ ઇસમ અગાઉ અસંખ્ય ઘરફોડ ચોરીઓ, તથા અન્ય ચોરીઓ તથા મારામારીના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે જે અનુસંધાને એસ.ડી.એમ ભાવનગરનાઓએ તેને તડીપાર કરેલ હતો.

Previous articleસતુઆબાબા આશ્રમે નેત્ર નિદાન કેમ્પ
Next articleભાજપ આગેવાનોએ સાંભળી મોદીની મન કી બાત