સિહોરના ઐતિહાસીક બ્રહ્મકુંડ ખાતે અમાસના દિવસે દિપમાળ કરાઈ

1216

સિહોરમાં સિધ્ધરાજ જયસિંહ ના સમયમાં સ્થાપિત ૧૨૬ મૂર્તિઓ અલગ-અલગ દેવી-દેવતાઓની આવેલી છે વર્ષો પહેલા શિહોર પત્રકાર મિત્રો દ્વારા આ બ્રહ્મકુંડ ની સાફ-સફાઈ કરી એકદમ સ્વચ્છ બનાવ્યું હતું ત્યારબાદ શિહોર ના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ વેપારીઓ તથા મિત્ર મંડળ દ્વારા આ મૂર્તિઓને શુદ્ધ પાણીથી અભિષેક કરી સ્વચ્છ કરવામાં આવી હતી ત્યારબાદ બ્રહ્મકુંડ ખાતે આવેલ નવનાથ પૈકીના એક એવા કામનાથ મહાદેવ ના સાનિધ્યમાં શિહોરના અશોકભાઈ મુની, અનિલભાઈ મહેતા , ભરતભાઈ મલુકા, સુર્યકાન્ત ભાઈ મણિયાર સહિત આગેવાનો દ્વારા પ્રયાસ કરી આ ઐતિહાસિક બ્રહ્મકુંડ ફરતા આવેલી ૧૨૬ મૂર્તિઓને દર માસની અમાસે જ્યોત પ્રજ્વલિત કરી અહીં દીવો કરવામાં આવે છે આ દીપમાળ માં શહેરના તમામ જનતા તથા આગેવાનોને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે આજરોજ ભાવનગરના રાજવી કુટુંબના રાજમાતા  પણ ખાસ ઉપસ્થિત રહી આ દીપ પ્રાગટ્ય માં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી  આ પાવન પ્રસંગે શિહોરના રાજકીય, સામાજિક આગેવાનો, પોલીસ સ્ટાફ મીડિયા મિત્રો, મહિલા મંડળ સહિત ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખરેખર અમાસના દિવસે સાંજે આ બ્રહ્મકુંડ નો નજારો કંઈક અલગ જ જોવા મળે છે

Previous articleનાગધણીબા તળાવમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો ડુબ્યા : એકનું મોત થયું
Next articleભાવનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ