સિહોરમાંથી વરલી મટકાનાં આકડા લેતા બે ઈસમ ઝડપાયા

1492

ભાવનગર જિલ્લાનાં સિહોર ખાતે જાહેરમાં વરલી મટકાનાં આકડા લેતાં બે ઈસમોને પોલીસે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સિહોરના ગોહિલનગર વિસ્તારમાં બાવળની કાંટમાં વરલી મટકાના આંકડા લેતો જતીન પ્રવિણભાઈ પટેલને પોલીસે બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.૧૯,૯૦૦ની મત્તા સાથે ઝડપી લીધો હતો જ્યારે સિહોરનાં પ્રગટનાથના ઢાળ પાસે જાહેરમાં આંકડા લેતા ઈકબાલ ઉર્ફે લાલો તાજભાઈ નામના શખ્સને આર.આર.સેલની ટીમે રોકડ રૂા.૧૩૫૦૦ અને મોબાઈલ મળી કુલ રૂા.૧૩,૯૫૦ની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Previous articleઢસા ૧૦૮ની કામગીરીની ચોમેર પ્રશંસા
Next articleપડવા પાવર પ્રોજેકટ કંપની સામે પાંચ ગામના લોકોની ભારે નારાજગી