રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો

1236

ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારે વાત કરવાની સ્થિતીમાં નથી પરંતુ તે વિલન તરીકે છે. ફિલ્મનુ નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે. મૌની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. જેમાં તે અક્ષય કુમારની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે છે.

Previous articleપરિણિતી અને સિદ્ધાર્થ ફરી એકસાથે ચમકશે : અહેવાલ
Next article“ફન્ને ખાં” ૩ ઓગષ્ટે જ રીલીઝ થશે સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો