શોભાવડ નજીકથી ઈગ્લીંશ દારૂ ઝડપાયો

12813

રેન્જના નવનિયુકત  આઇ.જી સા. એન. એન. કોમાર ભાવનગર રેન્જમાં પ્રોહી -જુગારની બંદી સદતંર નામુદ કરવા સખત સુચના કરેલ હોય જેના અનુસંધાને આજરોજ ભાવનગર  આર.આર. સેલના જી.ડી ચુડાસમા, અરવિંદભાઇ દેવશીભાઇ પરમાર  તથા ચેતનભાઇ બારૈયા તથા ગોપીદાનભાઇ વિગેરે સ્ટાફના માણસો ભાવનગર રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તળાજા પાલીતાણા ચોકડી પાસે આવતા અરવિંદભાઇને બાતમીરાહે હકીકત મળેલ કે તળાજા શોભાવડ રોડ નવા બાયપાસ પુલ પાસેના કાચા રોડ ઉપર સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયા તથા પ્રવિણસિંહ જસુભા ગોહિલ તથા તેની સાથેના બીજા માણસો બે ફોર વહીલ વાહનમાં ઇગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક સીયાઝ કાર તથા ઇકોકારમાં સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયા,પ્રવિણસિંહ જસુભા ગોહિલ, અનીરૂધ્ધસિંહ સુખદેવસિંહ,મયુરસિંહ રણજીતસિંહ ગોહિલ,  મુન્નાભાઇ ભુપતભાઇ મકવાણા,બુધ્ધદેવસિંહ જીણકુભા સરવૈયા પરપ્રાંત ઇગ્લીશ દારૂની  બોટલ નંગ-૯૦ તથા બીયર ટીન -૨૬૨ કિ.રૂ.૫૩૨૦૦/- તથા રોકડા રૂ.૨૬૦૦૦/- તથા મોબા-૯ કિ.રૂ.૨૫૫૦૦/- તથા સીયાઝ કાર કિ.રૂ.૯૦૦૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.૨૦૦૦૦૦/-મળી કુલ રૂ.૧૨૦૪૭૦૦/-ના મુદામાલ  સાથે મળી આવતા તેઓ વિરૂધ્ધ હેડ કોન્સ. જી.ડી. ચુડાસમાએ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.