ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હિંગોળગઢમાં પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો

894

પક્ષી અભયારણ્ય તરીકે સુવિખ્યાન હિંગોળગઢ અભયારણ્ય મુકામે ફરિયાદકા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ત્રણ દિવસની શિબિરમાં પ્રકૃતિની ગોદમાં પરિભ્રમણ કરીને પ્રકૃતિ શિક્ષણ મેળવ્યું. હિંગોળગઢની લીલીછમ કંદરાઓમાં મોતી તળાવ, બાથરૂમ, વોચ ટાવર, હિંગળગઢ ડુંગર, ભીમ કુઈ વગેરે પ્રાકૃતિક સ્થળોમાં ફરીને વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ, પંખીઓ અને જીજંતુઓનો બાળકોએ પ્રત્યક્ષ પરિચય મેળવ્યો. પ્રશિક્ષકો ભાવેશભાઈ ત્રિવેદી અને ઈર્શાદભાઈ ઠેબાએ હિંગોળગઢ અભયારણ્યની પ્રાકૃતિક સંપદાની રૂબરૂ ઓળખ કરાવી. બાળકોએ ચિંકારા હરણ, દુધરાજ, નાનો રાજાલાલ, ચાતક, નવરંગ, મધિયો બાજ, અધરંગ, શ્યામ શિર કશ્યો, સાપ, અજગર, ગુગળ જ ેવા દુર્લભ વૃક્ષો પ્રત્યક્ષ નિહાળીને પ્રકૃતિના આ રમ્ય જીવોને માણવાનો આનંદ અનુભવ્યો. શિબિર દરમ્યાન આચાર્ય પ્રવીણભાઈ સરવૈયા, શિક્ષકો કુરજીભાઈ બારૈયા અને ભાવેશભાઈ ઠાકરે માર્ગદર્શન આપેલ. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મિતાબહેન દુધરેજિયાએ બાળકો અને શિક્ષકોને શુભેચ્છા પાઠવેલ