મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી વિવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે -ડીએસઓ

700

મહિલા સશકિતકરણની ઉજવણી અંતર્ગત વેરાવળની ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આજે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પુરવઠા અધિકારી શિતલબેન પટેલે પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડીઝીટલ યુગમાં દિકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી અનેકવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે આઈ.એ.એસ, આઈ.પી.એસ. રાજકીયક્ષેત્રે અને સામાજીકક્ષેત્ર પણ મહિલાઓ આગળ આવી રહી છે. તેઓએ વધુમા ઉમેર્યું કે, કોઈપણ ક્ષેત્રમાં નાની-મોટી સફળતા સિધ્ધ કરવા માટે અનેક મુશ્કેલીભર્યા પડકારો સામે આવતા હોય છે ત્યારે દિકરીઓએ નાસીપાસ થવાની જરૂર નથી પડકારોનો સામનો કરી સફળતા સિધ્ધ કરવાની છે. નાયબ કલેકટર ભાવનાબેન ઝાલાએ કહ્યુ કે, જીવનમાં  ધ્યેય નિશ્ચિત  હોવુ જોઈએ. સપનાઓને સિધ્ધ કરવા માટે સમયમર્યાદામાં સખત મહેનત કરવી પડે છે. ભણતરના દરેક વિષય જીવનમાં ઉપયોગી નિવડે છે. જિલ્લા મહિલા સપોર્ટ સેન્ટરના અલકાબેન કંડોરીયા અને કિંજલ મકવાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન સોલંકી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દાફડા, શાળાના શિક્ષકગણ તથા મોટી સંખ્યામા વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ, આભારવિધી ડો.કાશ્મીરાબેન ટાંકે કરી હતી.

Previous articleપાલિતાણા ખાતે ડીઝીટલ પેમેન્ટનો ડ્રો યોજાયો
Next articleફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હિંગોળગઢમાં પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો