વરસાદ ખેંચાતા સીએમે યોજી તાકીદની બેઠક, પાક-પાણીની જરુરિયાતની વિગતો મેળવાઇ

1176

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મંત્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય તત્કાલ બેઠક યોજી હતી.  વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પાણી પુરવઠો, ઘાસચારો, ખેડૂતોને સિંચાઇ માટે વીજળી જેવી મહત્વપૂર્ણ બાબતોની તલસ્પર્શી છણાવટ કરીને પરિસ્થિતીનો કયાસ કાઢવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રીએ રાજ્યમાં જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી નાગરિકોને પીવાનું પાણી કોઇ જ સમસ્યા વગર નિયમીત મળતું રહે તે માટેની સૂચનાઓ આપી હતી.

તેમણે કહ્યું કે, કચ્છ જિલ્લામાં વરસાદ ઓછો થવાથી જે સ્થિતી સર્જાઇ છે તેમાં કચ્છનો ટપ્પર ડેમ પ૦૦ સ્ઝ્રહ્લ્‌ નર્મદાના પાણીથી તત્કાલિક ભરવાની કાર્યવાહી શરૂ કરાશે.   રાજ્યમાં જે ૪૪ તાલુકાઓમાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ થયો છે તે તાલુકાઓમાં ગૌશાળા-પાંજરાપોળના મૂંગા પશુજીવો માટે બે રૂપિયે કિલોના ભાવે રાહત દરે ઘાસ વિતરણ યથાવત રાખવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.  આ ઘાસ વિતરણની મુદત ૩૧ જુલાઇ-ર૦૧૮ના પૂર્ણ થતી હતી પરંતુ પ્રવર્તમાન સ્થિતીને અનુલક્ષીને હવે ૧રપ મી.મી. વરસાદ થાય ત્યાં સુધી કે અન્ય નિર્ણય લેવાય ત્યાં સુધી રાહત દરે ઘાસ વિતરણ ચાલુ રાખવાની સૂચનાઓ તેમણે આપી હતી.  મુખ્યમંત્રીએ અબોલ પશુજીવો પ્રત્યે સંવેદના દર્શાવતા બેઠકમાં એવો પણ નિર્ણય કર્યો કે, ઓછા વરસાદ વાળા આ ૪૪ તાલુકાઓમાં પશુપાલકોને પણ બે રૂપિયે કિલોના રાહત દરે ઘાસ વિતરણ સરકાર કરશે.  આ સંદર્ભમાં જિલ્લા વહિવટીતંત્રોને પણ સૂચનાઓ આપી દેવા મુખ્ય સચિવશ્રીને તેમણે જણાવ્યું હતું.  વરસાદ ખેચાતા ખેડૂતોને પાકની સિંચાઇ માટે ૮ ને બદલે ૧૦ કલાક વીજળી આપવાની બાબતે પણ આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ નર્મદા ડેમ સહિત રાજ્યના વિવિધ જળાશયોના પાણીના આવરા, ઉપલબ્ધ જથ્થો અને થઇ રહેલા વપરાશની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી.  તેમણે સમીક્ષા કરતાં એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં રપ૧ તાલુકામાંથી આજની સ્થિતિએ ૧૦૦૦ મી.મી.થી વધુ વરસાદ પડયો હોય તેવા ર૬,પ૦૧થી ૧૦૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૪૩, રપ૧ થી પ૦૦ મી.મી. વરસાદ ધરાવતા ૯૦ અને ૧ર૬થી રપ૦ મી.મી. વરસાદ વરસ્યો હોય તેવા ૪૮ તાલુકાઓ છે. જે ૪૪ તાલુકાઓમાં ૧રપ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે તેમાં અમદાવાદ જિલ્લાના-૪, બનાસકાંઠા-૮, ભાવનગર-૧, દેવભૂમિ દ્વારકા-૧, ગાંધીનગર-૧, જામનગર-ર, કચ્છ-૧૦, મહેસાણા-૩, મોરબી-ર, પાટણ-૬, સુરેન્દ્રનગર-૬ તાલુકાઓનો સમાવેશ થાય છે.  આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઇ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ, પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યમંત્રી જયદ્રથસિંહજી તેમજ પરબતભાઇ પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, અગ્ર સચિવ મનોજકુમાર દાસ તથા મહેસૂલ, કૃષિ, વન-પર્યાવરણ, પાણી પુરવઠો, નર્મદા જળસંપતિના વરિષ્ઠ સચિવો, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર અને ભારતીય હવામાન વિભાગના જયંત સરકાર ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી અપાશે : ઊર્જાપ્રધાન સૌરભ પટેલ
Next articleરાઇફલ શૂંટીગ સ્પર્ધામાં ગાંધીનગરનાં યુવાનને ગોલ્ડ મેડલ