ઘણી ફિલ્મ હાથમાં હોવાથી રણબીરે મોટી ફિલ્મ ફગાવી

1130

સંજુ ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ હવે રણબીર કપુર સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. રણબીર કપુરની પાસે હાલમાં એટલી ફિલ્મો હાથમાં છે કે તે મોટા નિર્માતા નિર્દેશકોની ફિલ્મને પણ ફગાવી રહ્યો છે. હવે રણબીર કપુરે કરણ જોહરની ફિલ્મ ફગાવી દીધી છે. જેમાં રણવીર સિંહ, વિકી કોશળ કામ કરી રહ્યા છે. કરણ જોહરે મલ્ટીસ્ટારર ફિલ્મ માટે પહેલા વિકી કોશળની જગ્યાએ રણબીર સિંહના નામ પર વિચારણા કરી હતી. જો કે તેની પાસે સમય નહી હોવાના કારણે કરણ જોહરની ફિલ્મને ફગાવી દીધી છે. રણબીરે આટલા મોટા નિર્માતા નિર્દેશકની સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કેમ કર્યો તેને લઇને પ્રશ્ન કરી રહેલા લોકો માટે જવાબ એ છે કે તેની પાસે સમયનો અભાવ છે. તે ૨૦૨૦ સુધી વ્યસ્ત સમય ધરાવે છે. ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપુર, વિકી કોશળ, ભૂમિ  જાન્હવી કપુર કામ કરી રહ્યા છે. અનિલ કપુરની પણ ફિલ્મમાં ભૂમિકા છે. આ ફિલ્મને ૨૦૨૦ સુધી રજૂ કરવામાં આવી શકે છે. ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશન કરણ જોહર પોતે કરનાર  છે.

Previous articleહું સાંઈબાબાની ભક્ત છુંઃસ્નેહા વાઘ
Next articleફિલ્મ ચાલબાજની રીમેકમાં કામ કરવા આલિયા સહમત