એસ.ટી. કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો

1345

સમગ્ર રાજય સાથો સાથ ભાવનગર એસ.ટી. ડીવીઝનના કર્મચારીઓ દ્વારા સરકાર સામે આદરેલ આંદોલન વેગવંતુ બનાવ્યું છે.રાજય સરકાર પાસે લાંબા સમયથી પડતર પડેલ માંગ સંદર્ભે આંદોલનનું રણશીંગુ ફુકેલ એસ.ટી વિભાગ ભાવનગર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. આ અંગે કર્મચારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહિ આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવ ચેતવણી પણ ઉચ્ચારી છે.

Previous articleસ્કૂલ-કોલેજોના કેમ્પસને ડ્રગ્સ મુક્ત કરવા સરકાર ચલાવશે ખાસ ઝુંબેશ : ગૃહમંત્રી
Next articleઈશ્વરિયા : સિંહ દિવસે વૃક્ષારોપણ