રૂપિયામાં ઐતિહાસિક ઘટાડા બાદ રાહુલે મોદીને વીડિયો શેર કરી જૂનું જ્ઞાન યાદ અપાવ્યું

1134

દેશની આર્થિક સ્થિતિ પર મોટો પડકારી સામે આવી રહ્યો છે. જેમાં રૂપિયામાં ઐતહાસિક ઘટાડો જોવા મળ્યો છે અને એક ડોલર રૂ. ૭૦ની બરાબર પહોંચ્યો છે. જેના મામલે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દલો કેન્દ્ર સરકાર પર હુમલો કરવાના મૂડમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીનો એક જૂનો વીડિયો ટિ્‌વટ કરી રૂપિયામાં થયેલા ઘટાડાને લઈને કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

આ વીડિયો તે સમયનો છે જ્યારે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમને કેન્દ્રની તે સમયની યુપીએ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું કે, ભારતીય રૂપિયાએ સુપ્રીમ લીડરને ઐતહાસિક ઘટાડા સાથે નો કોન્ફિડન્સ આપી દીધું છે. સુપ્રીમ લીડરનું અર્થવ્યવ્સથા પર માસ્ટર જ્ઞાન આ વીડિયોમાં સાંભળવા મળશે, જ્યાં તેઓ રૂપિયાનું અવમૂલ્યનના કારણ સમજાવી રહ્યા છે. આ પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ રૂપિયામાં થઈ રહેલા ઘટાડા મામલે પીએમ મોદીને સવાલો પૂછ્યા હતા.

કેન્દ્ર સરકારે ઐતહાસિક ઘટાડા પછી કહ્યું કે, અર્થવ્યવસ્થા પોતાની ઝડપે ચાલી રહી છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે નિવેદન આપતાં કહ્યું કે, લોકોએ તેનાથી ગભરાવવાની જરૂરત નથી. સરકારનું માનવું છે કે, આગામી થોડાં દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને રૂપિયો મજબૂત થઈ જશે.

Previous articleત્રણ તલાક મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ : શબાના આઝમી
Next articleટીવી કલાકારોની સ્વતંત્રતા દિવસ પર દેશને સલામી