દુનિયા ૧૩ નંબરને અશુભ માનતી, અટલજી ૧૩ નંબરને લકી માનવા લાગ્યા

929

જેન નંબરને દુનિયા આખી અપશુકનિયાળ માને છે તેને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લકી માનતા હતાં. ત્રણવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરનારા અટલ બિહારી વાજપેયીને ૧૩ નંબર સાથે કંઈક ખાસ લગાવ હતો. વાજપેયી જ્યારે ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા તો તેમની સરકાર ૧૩ દિવસ ચાલી શકી. ૧૯૯૬માં ૧૩ મે એ જ તેમને વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યાં હતાં.

બીજી વાર જ્યારે ૧૯૯૮માં તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમની સરકાર ૧૩ મહિના ચાલી. તેના ૧૩ મહિના બાદ જ તેઓ સત્તામાં ફરી પાછા ફર્યા અને ૧૩ રાજકીય પાર્ટીઓ સાથે મળીને સરકાર રચી.

ત્રીજી વાર તેમને ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ શપથ ગ્રહણ કર્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો. તેમની સરકારે પુખરણમાં પરમાણુ વિસ્ફોટ પણ ૧૧૧ થી ૧૩ મે વચ્ચે જ કર્યો.

સલાહકારો અને સહયોગીના ટોકવા છતાંયે અટલજી ૧૩ નંબરને જ લકી માનતા હતાં. જોકે ૨૦૦૪ની ચૂંટણીમાં તેમના માટે આ નંબર અશુભ સાબિત થયો હતો.

તેમણે આ ચૂંટણી માટે પણ ૧૩ એપ્રિલને પસંદ કરી હતી અને ૧૩ મે એ મતોની ગણતરી થઈ અને તેમને સત્તામાંથી હાથ ધોવા પડ્યાં. તેમના નજીકનાઓનું કહેવું હતું કે, કોઈ હોટલમાં પણ તે રોકાતા તો ૧૩ મો માળ અને રૂમ નંબર પણ ૧૩ જ પસંદ કરતા હતાં.

વાજપેયીજીના જન્મ અને મૃત્યુંને લઈને પણ ૧૩ અંકને લઈને અજીબ સંયોગ કર્યો હતો. જન્મ – ૨૫-૧૨-૧ ૯૨૪ (૨+૫+૧+૨+૧+૯+૨+૪ = ૨૪), મૃત્યુ – ૧૬-૦૮-૨૦૧૮ (૧+૬+૦+૮+૨+૦+૧+૮ = ૨૬). આ બંને અંકને અડધા કરવામાં આવે તો પણ ૧૩ થાય છે.

Previous articleઆ એક જ નિર્ણય જેના કારણે વાજપેયીની થઈ હતી ટીકા !!!
Next articleમિત્રના મૃતદેહ પાસે રડમસ ચહેરે બેસી રહ્યા અડવાણી !!!