આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

1308

બરવાળા તાબેના અનેક ગામોમાં ટીબી રોગ અંગે જનજાગૃતિ તથા પ્રોટીનયુક્ત આહાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

બરવાળા આરોગ્ય વિભાગના ડો.વિજય પ્રજાપતિ તથા ડો.અનિલ વર્માના પ્રયત્નો થકી નાવડા, વાઢેળા, ખમીદાણા, રામપરા, રાણપરી સહિતની સરકારી શાળાઓમાં ટીબી રોગ અંગે માર્ગદર્શન તથા આ રોગથી ગ્રસ્ત દર્દીઓને દાતાઓના સહયોગથી બરવાળા આરોગ્ય કેન્દ્રમાં પ્રોટીનયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.ચિરાગ શેટા, ડો.જયમીન સહિતના યુવાનો જોડાયા હતા.

Previous articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleકમિયાળા ખાતે રક્તદાન શિબિર યોજાઈ