યુપી : અખિલેશ યાદવની હોટલના નિર્માણ પર અલ્હાબાદ હાઈકાર્ટની રોક

857

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેચે લખનૌમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બની રહેલી હોટલના નિર્માણ પર રોક લગાવી છે.

હાઇકોર્ટની લખનૌ બેચે આ મામલે રાજ્ય સરકાર પાસેથી પણ જવાબ માંગ્યો છે. હાઇકોર્ટે સરકારને પુછ્યું છે કે, શા માટે હાઇસિક્યોરિટી ઝોનમાં હોટલ નિર્માણની મંજૂરી આપવામાં આવી. આ સાથે જ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવનારા શિશિર ચતુર્વેદીને સુરક્ષા પુરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ મામલાની સુનવણી ૫ સપ્ટેમ્બરે થશે.