તા.૨૦-૦૮-ર૦૧૮ થી ૨૬-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1347

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહનો વરતારો ગમે તેવી વિકટ પરિસ્થિતીમા પણ ધીરજ અને બુદ્ધીમત્તાનો ઉપયોગ કરીએ તો કાર્યસફળતા મેળવી શકીએ અને નિરાળામાંથી બહાર પણ આવી શકીએ માત્ર જે સફળતા મળે તેમા સંતોષ માનવો જરૂરી છે નહીતો દુઃખ પણ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો મોજશોખ અને તહેવારોથી પણ દુર રહીને કાર્યોમાં એકાગ્રતા કેળવવાનું સુચવે છે બીન જવાબદાર બનશો તો નિષ્ફળતા અને નિરાશાતો મળશે જ પણ જે પરિસ્થઇતી છે તેમા પણ નિર્બળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુચનવે છે કે કોઈપણ વિકટ પરિસ્થિતીમા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વૃધ્ધી કરીએ તો કપરા કાર્યો પણ સરળ બની શકે છે તેથી મોજશોખ અને આળસવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજથી નિર્ણય કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જીવનમાં ઉગ્રતા અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવાથી કેટલુ સરસ પરિણામ મળે છે તેમ સુચવે છે અને જો સરળ સ્વભાવ ન કેળવીએ તો ન ધારેલી નિષ્ફળતા અને નિષ્ફ્ળતાનુ કારણ પણ તમે જ બની શકો છો મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં મોટી બહેનના આર્શીવાદથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વિજય યોગનું નિર્માણ કરે છે. કારણ કે જ્યારે નવગ્રહનો રાજા સુર્ય ગ્રહ આપની જ રાશીમાં ભ્રમણ કરે છે ત્યારે કોઈ પણ ગ્રહનો બંધનયોગ પણ કાર્ય સફળતાથી દુર ન રાખી શકે માત્ર આ સમયમા એકાગ્રતા કેળવવી જર-રી બનશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના જાપ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર નિચનો શુક્ર અને બુધ્ધી સ્થાનમાં ઉચ્ચનો મંગળ વિચારોમાં નિર્બળતા અને અપેક્ષાઓ ઉચ્ચ પ્રકારની આપે છે. અને આજ વિચારો નિષ્ફળતા આપી શકે છે. તેથી દ્રઢ મનોબળથી જ લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુખ સ્થાનમાં મંગળકેતુના બંધનયોગમા પણ સુર્યગ્રહનું સ્વગ્રહી થઈને સ્થાન બળ પામવુ આપના માટે આર્શિવાદ રૂપ પુરવાર થશે માટે સમય શક્તિનો સદઉપયોગ કરશો તો પ્રતિષ્ઠા અને કાર્ય સફળતા બન્ને મળી શકે છે. મિલ્કત અને વારસાઈકાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષતી ચિંતા મળી શકે છે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ રાશીપતી મંગળગ્રહનું ઉચ્ચનું શુભ ભ્રમણ અને કર્મસ્થાનમાં સ્વગ્રહી સુર્યગ્રહનું ભ્રમણ ઘણા સમય પછી અપેક્ષા અને ફળીભુત થતા જોઈ શકશો માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જે કાર્ય અથાગ મહેનતથી ન થતુ હોય તે નસીબના સહારે થઈ શકે છે. અને કાર્ય સફળતાના યોગ બની જતી હોય છે જે આપના મળે છે માત્ર સફળતા આપની અપેક્ષા મુજબની નહી હોય તેથી નિરાશા મળી શકે છે તેમ સંતોષી બનવાથી જ લાભ મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે આપના આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને  જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી ચિતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ બનશે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં ઈશ્વરની ભક્તિ અને ગ્રહોના આર્શિવાદ મેળવવાથી જ ભવિષ્યમાં કાર્ય સફળતા મળી શકે છે તેથી અત્યારે જે પરિસ્થિતી છે તે સાચવવામા જ પ્રગતી છે. નવા કાર્યો થોડા સમય માટે વર્જીત નથી મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સુય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો શુભ અશુભ બન્ને સમયની અનુભુતી કરાવી શકે છે એક કાર્ય પૂર્ણ થાય અને બીજુ અધુરૂ રહે તેવુ બની શકે છે. તેથી વિચારો અને કાર્યોમાં એકાગ્રતા કેળવવી જરૂરી છે. આવેશ અને ઉશ્કેરાટ ન ધારેલી નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો યથાવત મુશ્કેલી આપી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભ દાયી રહેશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નવગ્રહનો રાજા સુર્ય અને સેનાપતી ઉચ્ચનો મંગળ બન્ને આર્શીવાદ મળે છે. તેથી દરેક કાર્યોમાં સફળતા આપની બની રહેશે નવાકાર્યોનું આયોજન પણ શુભ રહેશે માત્ર રાશીપતી ગુરૂગ્રહનો બંધનયોગ વર્તમાનમા જીવવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભ દાયી રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે વિદેશથી લાભ રહેશે ધાર્મિક કાર્યોમાં શ્રધ્ધા વધશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય ગુરૂગ્રહ જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.