ટોળા દ્વારા થતી હિંસા રોકવા બિનજામીન લાયક ગુનો બનશે

1111

દેશભરમાં ફેલાયેલા ટોળા વારા હિંસા-હત્યા (મોબ લોન્ચિંગ)ના બનાવોને અટકાવવા સજાની નવી જોગવાઈઓ અને સૂચનો કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી પેનલે પોતાની ભલામણો કરી દીધી છે.

ગૃહ મંત્રાલયની આ પેનલ દ્વારા એવી ભલામણો થઈ છે કે, આઈપીસી અને સીઆરપીસીમાં સુધારા કરી પોલીસને વધુ સત્તા આપો, આવા કેસોની ફાસ્ટ ટ્રાયલ ચલાવો, આવા ગુનાને બિનજામીનલાયક બનાવો.

મહત્વની વાત એ છે કે, મોબલોન્ચિંગનો ભોગ બનનારાઓને રાહત આપવા રિલીફ ફંડ બનાવવાની ભલામણ પેનલ દ્વારા કરાઈ છે.

હવે આ ભલામણોનો અહેવાલ ગૃહ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની કમીટીને સુપરત થશે. ભલામણો કરવા માટેની આ પેનલની રચના ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના આદેશથી કરી હતી. આ કમિટી અહેવાલનો અભ્યાસ કરીને તેને મંત્રીઓના જૂથ સમક્ષ મોકલી દેશે. ત્યારબાદ તબક્કાવાર આ ભલામણોની મંજૂરી માટેની કાર્યવાહી શરૂ થશે.

ગૃહમંત્રી રાજનાથસિંઘ હવે પછી અંતિમ તબક્કામાં સિનિયર મંત્રીઓ સાથે મસલતો કરશે અને છેલ્લે વડાપ્રધાનની મંજૂરી માટે આ અહેવાલ રજૂ થશે. દેશમાં ટોળા દ્વારા થતી હિંસા-હત્યા ખતરનાક પરંપરા છે તેવી આલોચના સુપ્રીમ કોર્ટે કર્યા બાદ કેન્દ્ર સરકારને આ વાત ગંભીર લાગી છે.