રાજ્યસભા ચૂંટણીમાં મોટીના ઉપયોગ વિરૂદ્ધ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો ચુકાદો સંભળાવ્યો. CJI દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યુ કે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ નહીં થઈ શકે. બેંચે કહ્યું કે રાજ્યસભા ચૂંટણી છોડીને અન્ય ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો વિકલ્પ નિરસ્ત કરી દીધો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટા માત્ર પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ઈલેકશનમાં થઈ શકે છે. ગત વર્ષે ગુજરાતમાં થયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા શૈલેશ પરમારે અરજી દાખલ કરી NOTAનો વિકલ્પ રાખવાનો વિરોધ કર્યો હતો.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની તે અધિસૂચના પર સવાલ ઉઠાવ્યાં હતા જેમાં રાજ્યસભા ચૂંટણી માટે બેલેટ પેપરમાં NOTAની મંજૂરી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે નોટાની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે જેથી પ્રત્યક્ષ ચૂંટણીમાં કોઈ વ્યક્તિ વોટર તરીકે આ વિકલ્પનો ઉપયોગ કરી શકે. કોર્ટે છેલ્લી રાજ્યસભા ચૂંટણી દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક રહેલાં શૈલેશ પરમારની અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણીમાં હાલના સાંસદ અહમદ પટેલને પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો. પરમારે ચૂંટણી પંચની અધિસૂચનામાં બેલેટ પેપરમાં નોટાના વિકલ્પને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ ગેર બંધારણિય કૃત્યમાં એક બંધારણ ન્યાયાલય પક્ષ કેમ બને. જો કોઈ વ્યક્તિ વોટ નથી નાંખતો તો તેને પાર્ટીમાંથી કાઢી શકાય છે. પરંતુ નોટા લાવીને ચૂંટણી પંચ વોટ નહીં નાખવાના કૃત્યની કાયદેસરતાને પ્રદાન કરે છે. કોર્ટે કહ્યું હતું કે નોટાનો વિકલ્પ પ્રત્યક્ષ મતદાનમાં વોટ નાંખનાર વ્યક્તિ માટે શરૂ કરાયું હતું.૨૦૧૪માં થયેલી રાજ્યસભા ચૂંટણીમાં બેલેટ પેપર ઉપર પણ NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ ચીફ વ્હિપ શૈલેશ મનુભાઇ પરમારે ચૂંટણીપંચના નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું. કોંગ્રેસના આ પગલાનું સમર્થન એનડીએ સરકારે પણ કર્યું હતું. એટલા માટે કોર્ટે સરકારને માત્ર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને ચૂંટણી પંચના નોટિફિકેશનનો ઉલ્લેખ અને વ્યાખ્યા કરી હતી. પરંતુ અરજીમાં ઉઠાવેલા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૩૦ જુલાઇએ ગુજરાત કોંગ્રેસના ચીફ વ્હિપ શૈલેશ મનુભાઇ પરમારની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સ્થગિત રાખ્યો હતો. ત્યારે સુનાવણી દરમિયાન કોર્ટે ચૂંટણી પંચના એ નોટિફિકેશન ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં રાજ્યસભા ચૂંટણીમાં બેલેટ પેપર ઉપર ર્દ્ગં્છની મંજૂરી આપી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેચે કહ્યું હતું કે, ર્દ્ગં્છની શરૂઆત એટલા માટે કરી હતી કે, પ્રત્યક્ષ ચૂંટણીમાં કોઇ વ્યક્તિ વોટર તરીકે આ વિકલ્પનો ઉપયોગ કરી શકે.



















