ભારત છોડી ચુકેલી સ્ટાર પ્રિયંકા ચોપડા કૃષ-૪માં ચકમશે

1524

છેલ્લા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મિડિયા પર છવાયેલી પ્રિયંકા ચોપડા રિતિક રોશન સાથે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. તેની પાસે આ ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે સ્વીકારી લઇને તમામને ચોંકાવી ચુકી છે. હાલમાં પ્રિયંકા ચોપડાએ બોલિવુડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાનો ઇન્કાર કરી ચુકી છે. તેની પસંદગી ભારત ફિલ્મ માટે કરવામાં આવી હતી. તેને નાણાં પણ આપવામાં આવ્યા હતા. જો કે તે હવે ફિલ્મમાંથી નિકળી ગઇ છે. તે લીડ અને મોટા રોલ કરવાની ઇચ્છા ધરાવે છે. ભારત છોડી ચુકેલી પ્રિયંકા સામાન્ય રીતે હવે હોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં નિક જોનસની સાથે સગાઇના પ્રસંગે પણ તે ચર્ચામાં રહી હતી. સગાઇ અને રોકાના ફોટા જારી કરવામાં આવ્યા છે. સગાઇનીવિધી પૂર્ણ કર્યા બાદ પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક નામની ફિલ્મનુ શુટિંગ શરૂ કરી ચુકી છે. હવે હેવાલ એવા પણ મળ્યા છે કે પ્રિયંકા ચોપડા  કૃષ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે નજરે પડનાર છે. પ્રિયંકા હવે એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે છે. જેથી રાકેશ રોશનને પણ લાગુ રહ્યુ હતુ કે તે દેશી ફિલ્મમાં હવે કામ કરશે નહી. જો કે તે ફિલ્મ કરવા માટે રાજી થઇ ગઇ છે. પ્રિયંકા ચોપડાએ જુની મિત્રતાને જાળવી રાખીને ફિલ્મ કરવા માટેની તૈયારી દર્શાવી છે.

Previous articleડોન દાઉદે જબીર મોતીની ધરપકડ કરાવી છે : હેવાલ
Next articleરિયા ચક્વર્તી સુરજની સાથે નવી ફિલ્મમાં રહેશે : રિપોર્ટ