રાણપુરમાં શાંતાબેન શેઠ ઓડીટોરીયમનું ઉદ્દઘાટન

877

બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત મનુભાઈ અમૃતલાલ શેઠ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં દાતા જતીનભાઈ મનુભાઈ શેઠ દ્વારા તેમના માતૃશ્રીની યાદગીરીમાં ટેકનોલોજી ની સુવિધા સાથે આકર્ષક શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરીયમ હોલ નો ઉદઘાટન સમારોહ યોજાયો સાથે સ્કુલના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમાર તથા બોટાદ જીલ્લાના પોલીસવડા સજનસિંહ પરમાના હસ્તે ઓડિટોરીયમ હોલનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને દાનવીર જતીનભાઈ શેઠ એ જણાવ્યુ હતુ કે હુ રાણપુરનો  વતની છુ અને મારા માતૃશ્રીની સ્મૃતિ રૂપે એક યાદગીરી રૂપે આ સાંસ્કૃતિક ઓડીટોરીયમ હોલ બનાવવામાં આવ્યો છે જે ટેકનોલોજી થી સજ્જ છે ખુબજ ઉપયોગી થાય તેવો આ હોલ છે.આ પ્રસંગે રાણપુરના મામલતદાર ચાવડા,સરપંચ અબ્બાસભાઈ ખલાણી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશનના સ્થાનિક પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,જયસુખભાઈ ખાટડીયા ઉપ.પ્રમુખ,કિરણભાઇ શેઠ માનદ મંત્રી, રાકેશભાઈ ગોપાણી માનદ ખજાનચી, મુંબઈ કારોબારીના સભ્યો અને રાણપુર કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.

Previous articleવડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ગૃહમંત્રીએ ફોરેન્સિકની મુલાકાત લીધી
Next articleમાળનાથ મહાદેવની પ્રાગટ્યગાથા