ગઢડા મંદિરના સ્વામીની કાર પર બે શખ્સોનો લોખંડની પાઇપ વડે હુમલો

400

ગઢડાના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી મંદિરેથી બોટાદ ઇનોવા કારમાં જઇ રહ્યા હતા. ત્યારે ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક બે અજાણ્યા શખ્સોએ કાર પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારના આગળ અને પાછળના કાચ તોડી નાંખી નાસી છૂટ્યા હતા. બાદમાં બંને શખ્સોએ બાઇક લઇને સ્વામીની ગાડીનો પીછો કર્યો હતો.

બનાવ બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને માહિતી આપી હતી. આ મામલે ગાડી ચાલક દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે હતું કે, અમે બહાર ગામ જવા માટે મંદિર બહાર નીકળી રહ્યા હતા. મારી સાથે એસ.પી. સ્વામી અને પ્રકાશ ભગત હતા. ગેટની બહાર નીકળતા જ એક વ્યક્તિએ કાચના આગળના ભાગમાં પાઇપનો ઘા કર્યો હતો. હુમલાખોરે આગળના કાચ પછી કારનો પાછળનો ભાગ તોડી નાખ્યો હતો. જે બાદમાં બાઇક લઈને બંને વ્યક્તિઓ કારનો પીછો કર્યો હતો. બંને લોકો એવી બૂમો પાડતા હતા કે ગાડી ઉભી રાખ અને સ્વામીજીને નીચે ઉતારો. આ મામલે અમે પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરી છે.

Previous article૮ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દુષ્કર્મ આચરતા ખળભળાટ
Next articleદીપડાના બચ્ચાંને હેરાન કરતા ૪ યુવકોની માહિતી આપનારાને વનવિભાગે ઇનામ આપશે