વલભીપુરમાં શ્રાવણ માસમાં ભવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન

1374

વલભીપુર શહેર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દેવાધીદેવ બુધેશ્વર મહાદેવની કૃપાથી અને મહિલા સત્સંગ મંડળ તથા ભાવિક ભકતજનોના સાથ સહકારથી શિવમ હાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. પવિત્ર શ્રાવણમાસ, ભગવાન શિવનું સાંનિધ્ય, શિવ મહાપુરાણ કથા આ ત્રિવેણી સંગમરૂપી કથામાં ભાવિકો સહભાગી બની ભકિત રસપાસ કરી રહ્યા છે.  આ કથાના વ્યાસપીઠ ઉપર ગીરીબાપુ (વલભીપુર વાળા) બીરાજી પોતાની આગવી શૈલીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનો પ્રારંભ તા. ૧પ-૮-ર૦૧૮થી થયેલ છે. અને તા. રપ-૮-ર૦૧૮ના રોજ કથા વિરામ છે. જે રોજ સાંજે ૦૩ થી ૬-૩૦ કલાક સુધીનો હોય છે. આ કથા સુંદર અને કુદરતી વાતાવરણમાં સત્સંગ હોલ, સન્યાસ આશ્રમ, વલભીપુર ખાતે ચાલી રહેલ છે. આ કથામાં અસંખ્ય ભાવિકો, ધર્મપ્રેમીઓ શિવભક્તો, લાભ લઈ રહ્યા છે તેમજ કથામાં આવતા દરેક પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે.