સ્ટાર ધર્મેન્દ્ર ઉપર બાયોપિક બનાવવાની ઇચ્છા છે : સની

1474

બોલીવુડના સ્ટાર અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, બાયોપિક ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે ત્યારે તે સદાબહાર અભિનેતા અને તેના પિતા ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતો સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે. ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઓમાં ધર્મેન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યક્તિ ધર્મેન્દ્રના સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતોને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે. રિસર્ચને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તેના પિતા પટકથાને લઇને વધુ વિગત નજીકના અંતરથી આપે તેના આધાર ઉપર જ શાનદાર ફિલ્મ બની શકશે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિકા કોણ કરશે તેને લઇને પુછવામાં આવતા સની દેઓલે કોઇ સ્પષ્ટપણે વાત કરી નથી પરંતુ સની દેઓલનું કહેવું છે કે, ફિલ્મમાં તે ભૂમિકા અદા કરી શકે છે. આ ઉપરાંત તેનો પુત્ર પણ આ ભૂમિકા અદા કરી શકે છે. કારણ કે દરેક બાબત સ્ટોરી ઉપર આધારિત છે. સની દેઓલ હાલમાં પિતા ધર્મેન્દ્ર અને ભાઈ બોબી દેઓલ સાથે મળીને યમલા પગલા દિવાના ફિરસેમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મને લઇને બોબી દેઓલ ઉપરાંત સની દેઓલ પણ આશાવાદી છે. અગાઉની આ સિરિઝની ફિલ્મો સુપરહિટ રહ્યા બાદ આ ફિલ્મ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા દેખાઈ રહી છે. આ ફિલ્મમાં દરેક પ્રકારના મસાલા ઉમેરવામાં આવ્યા છે.

Previous articleતાપ્સી મનમર્જિયા ફિલ્મને લઇ ભારે આશાવાદી બની
Next articleબકરી ઈદ અવસર પર અભિનેત્રી અદા ખાને રાખ્યા પોતાનો વિચાર!