અપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

1498

અમદાવાદના વાસણા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં ફરાર બરવાળાના શખ્સને નિલમબાગ પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે એસ.ટી. સ્ટેન્ડના બાકડા પરથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ મહાનિદેશક ગુજરાત રાજય ગાંધીનગરનાંઓ તરફથી ગુમ થયેલ બાળકો તથા અપહરણ કરાયેલ સગીર વયની દિકરા/દિકરીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી. જે ઝુંબેશનાં ભાગરૂપે પોલીસ અધિક્ષક ભાવનગરનાએ ગુમ તથા અપહરણના ગુન્હાઓમાં નાસતા-ફરતાં આરોપીઓને પકડી પાડવા જીલ્લાં પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ ગુમ થયેલ બાળકો તથા સગીર દિકરા દિકરીઓ મળે તેવા પ્રયત્નો કરવા સુચના કરેલ તે સુચનાં અને માર્ગદર્શન મુજબ ભાવનગર સીટીનાં.નાયબ.પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરની આગેવાની અન્વયે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ. જે.જે.રબારી, એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ, હે.કો. એ.એ.ગોહિલ, હે.કો. ઘનશ્યામભાઇ ગોહિલ, પો.કો. મુકેશભાઈ મહેતા, પો.કો. અનિલભાઈ મોરી, પો.કો. રાજેન્દ્રભાઇ આહિર, પો.કો. જીગનેશભાઇ મારૂ, મહીલા પો.કો. વિલાસબેન પરમાર વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો નિલમબાગ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન હેડ.કો.ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કો.જીગનેશભાઇ મારૂને મળેલ સંયુકત બાતમી આધારે અમદાવાદનાં વાસણા પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ઈ.પી.કો.કલમ ૩૬૩ વિગેરે મુજબનાં ગુન્હામાં નાસતો-ફરતો આરોપી નિકુંજભાઇ ઉર્ફે નિકુલ જેઠાભાઇ સોલંકી જા.વણકર ઉ.વ.૨૬ રહે.બરવાળા (ઘેલાશા)નાવડા રોડ સામે ઠક્કરબાપા સોસાયટી, પ્લોટ.નં.૩૧૫૯વાળાને એસ.ટી. સ્ટેન્ડના બાંકડા પર બેસેલ હોય તેની ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.  ઉપરોકત આરોપીએ સનેઃ- ૨૦૧૮ નાં વર્ષમાં વાસણા અમદાવાદ થી સગીર વયની દિકરીનું અપહરણ કરેલ હતુ.

Previous articleનંદકુંવરબા કોલેજ દ્વારા રક્ષાબંધનની ઉજવણી
Next article૧૪ વર્ષથી વિજ પ્રશ્ને જજુમતા લોકો દ્વારા રજૂઆત