હૃદયસ્પર્શી ગુુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ રજૂ થશે

1939

ગુજરાતી નાટક અમારી દુનિયા તમારી  અને મરીઠી ચલચિત્ર નટસમ્રાટ નું ગુજરાતી સ્વરૂપ એટલે ફિલ્મ નટસમ્રાટ જયંત ગિલાટર દિગર્શિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહાયા છે ગુજરાતી ભાષાના દિગ્ગજ કલાકારો સિધ્દાર્થે  રાંદેરિયા મનોજ જોષી, દિપિકા ચિથલીયા અને અભિનેત્રી તસનીમ શેખ.

લોકપ્રિયાતાના શિખરો સર કરનારો નટ અભિનેતા હરીદ્ર પાઠક કારકિર્દીની ટોચ પર પહોંચી નિવૃત થવાનો નિર્ણય લે છે. પરિવારજનો સાથે સમય ગાળતા, એમને જવાબદારીઓ સોંપતા સમજાય છે કે સંબંધોમાં ધારી એવી મિઠાશ નથી. પરિસ્થિતિ અને પ્રિયજનોથી હારી-થાકીને તખ્તાનો સમ્રાટ ફૂટપાથ સુધી પહોંચી જાય છે. પોતાની ખુમારીને લાચારી સુધી જતા જોઈને ખિન્ન હરીન્દ્ર, સમજી જાય છે કે છેવટે તે વિધિના હાથમાં એ કઠપુતળી જ છે. પડધો ઉઘડે અને પડે એ વચ્ચે ભજવાતા નાટકોની જેમ જ જીંદગી પણ જીવવી રહી જેમાં સહ કલાકારોનો સાથ મળે તો ઠીક, ન મળે તો પોતે લડી લેવાનું હોય છે. મિત્ર માધવ (મનોજ જોશી) અને પત્તીના (દિપીકા ચિખલીયા) પ્રેમ અને સહકાર ખોઈ, છેવટે પ્રેક્ષકો અને ચાહકોથી હંમેશા ઘેરાયેલો આ નટસમ્રાટ દરિદ્રતા અને એકલતાનો ભોગ બની રહી જાય છે. ગુજરાતી ચલચિત્રમાં એક અનોખી આભા અને વિષયવસ્તુ સાથે પ્રસ્તુત થશે આ અદ્દભૂત કૃતિ નટસમ્રાટ.