આધાર વેરિફિકેશન માટે ચેહરાની ઓળખ કરવી અનિવાર્ય : UIDAI

1213

આધારની સુરક્ષાને લઇને યૂનીક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક નવું પગલું ભર્યું છે. જલ્દીથી આધાર દ્વારા ઓળખ માટે મોઢાની ઓળખ એટલે કે ફેસ રિકગનિશન પણ જરૂરી થઇ જશે. વિવિધ સેવાઓ જમેક નવા સિમકાર્ડ લેવા, બેંક વગેરેમાં ઓળખ પત્ર તરીકે રજૂ કરવામાં આવેલા આધારની સાથે આ નવું ફીચર લાગૂ થશે.

UIDAI ના પ્રમાણે ફેસ રિકગનિશન એક એડિશનલ ફીચર હશે જે ફિંગર પ્રિન્ટ અને આઇરિસ સ્કેન સિવાય ઉપયોગ કરવામાં આવશે. આ નવું ફીચર આધારની સુરક્ષાની એક વધારે કડક બનાવે છે.જ્યાં કેટલાક વૃદ્ધોની ફિંગર પ્રિન્ટસ ઉંમરના કારણે ભૂસાઇ જાય અને એમને આધાર ઓળખમાંથી બહાર કરવામાં આવ્યા. પરંતુ આ નવું ફીચર આવી સમસ્યાઓમાં પણ કારગર સાબિત થશે.UIDAI દ્વારા જારી પત્ર પ્રમાણે આગામી ૧૫ સપ્ટેમ્બરથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને મહિનામાં ઓછામાં ઓછા ૧૦ ટકા ફોટાથી ફેસનું લાઇવ મેચ કરીને ઓળખ કરવું જરૂરી થશે.

જો આ પ્રકારનું સત્યાપનનું અનુપાત એનાથી ઓછું થયું તો પ્રતિ ઓળખ ૨૦ પૈસાનો દંડ પણ ફટકારવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલાUIDAIનું ફીચર ૧ જુલાઇથી લાગૂ કરવાની યોજના બનાવી હતી. એ હેઠળ મોબાઇલ સિંમ કાર્ડ માટે આવેદનની સાથે લગાવવામાં આવેલા ફોટોનું સંબંધિત વ્યક્તિ સામે લેવામાં આવેલા ફોટો એટલે કે લાઇવ ફોટોથી મેચ કરવામાં આવશે.UIDAIએ આ નિર્ધારિત લક્ષ્યને પૂરો ના કરનારી ટેલીકોમ કંપનીઓ પર મૌદ્રિક દંડ લગાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે.