હું બોલને જોઈને વિચારતો નથી માત્ર બેટથી જવાબ આપુ છું : રિષભ પંત

1846

ભારત અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંતે ડેબ્યૂ કર્યુ હતું. પોતાની પ્રથમ ટેસ્ટ મેચના બીજા બોલ પર જ સિક્સર ફટકારી ચર્ચામાં આવેલા રિષભ પંત પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ છે.પોતાના પ્રથમ ટેસ્ટના અનુભવ વિશે રિષભ પંતે ખુલીને વાત કરી છે.

રિષભ પંતે કહ્યું પ્રથમ ટેસ્ટ રમવાનો ઘણો સારો અનુભવ રહ્યો. જ્યારે તમે દેશ માટે રમવા માંગો છો તો ટેસ્ટ ક્રિકેટમાં રમવુ અને ત્યા સારૂ કરવુ મારૂ હંમેશાથી સપનું હતું. નોટિંઘમમાં વિકેટકીપિંગ વિશે રિષભે કહ્યું કે આ ઘણુ મુશ્કેલ હતું, કારણ કે બોલ ટપ્પી પડીને ફરી રહી હતી પરંતુ હું ગત અઢી મહિનાથી ઇંગ્લેન્ડમાં છુ અને તેની માટે નેટ્‌સ પર પ્રેક્ટિસ કરી હતી.

બીજા બોલ પર જ સિક્સર ફટકારવાનું પૂછવામાં આવતા ભારતીય વિકેટકીપર બેટ્‌સમેને કહ્યું કે હું પ્રથમ ટેસ્ટમાં ઘણો ગભરાયેલો હતો પરંતુ જ્યારે હું બોલને જોવુ છુ તો હું વિચારતો નથી, માત્ર પોતાના બેટથી જવાબ આપુ છું.જ્યારે રિષભ પંતને પૂછવામાં આવ્યુ કે રૂડકીથી દિલ્હી કેમ્પ કરવા આવવુ અને ગુરૂદ્વારામાં રોકાવવુ અને પછી ત્યા પહોચવાની યાત્રા કેવી રહી તો દિલ્હીના બેટ્‌સમેને કહ્યું કે શૂન્યથી શરૂઆત કરવાનો ઘણો સારો અનુભવ રહ્યો છે. આ દરેક વ્યક્તિના જીવનમાં આવુ નથી થતું. જો તે મહેનત કરે છે તો તેને સારૂ પરિણામ જરૂર મળે છે.