હવે રામલીલા મેદાનનું નામ બદલવા મુદ્દે મોદી કેજરીવાલના  પર પ્રહાર

1001

દિલ્હીના રામલીલા મેદાનનું નામ બદલી નાખવાના પ્રસ્તાવના અહેવાલ મીડિયામાં આવ્યા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીપાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે પ્રહાર કરતા કહ્યું છે કે નામ બદલવાથી ભાજપને મત મળશે નહીં પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ બદલી દેવામાં આવશે તો મત મળી શકે છે.

એક સમાચાર ચેનલમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ બદલીને અટલ બિહારી વાજપેયી મેદાન રાખવામાં આવશે.

ઉત્તરીય દિલ્હી નગર નિગમ ૩૦મી ઓગસ્ટના દિવસે આ પ્રસ્તાવ પર ચર્ચા કરનાર છે. કેજરીવાલે કહ્યું હતું કે આ પ્રકારના પગલાથી ભાજપને કોઈ ફાયદો થનાર નથી. રામલીલા મેદાનનું નામ બદલવાથી અને વાજપેયીના નામ આપવાથી મત મળી શકશે નહીં. ભાજપને વડાપ્રધાનનું નામ બદલી દેવું જોઈએ કારણ કે હવે તેમના નામ ઉપર મત મળનાર નથી. ઉલ્લેખનિય છે કે દિલ્હીના રામલીલા મેદાન પર અનેક ઐતિહાસિક આંદોલન થતા રહ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન નજીક સ્થિત વિશાળ રામલીલા મેદાનમાં દર વર્ષે દશેરા દરમિયાન ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવે છે. તમામ મોટા રાજકીય આંદોલન પણ ત્યાં થતા રહ્યા છે. વર્ષ ૨૦૧૧માં સમાજ સેવા કરનાર અન્ના હજારેએ પણ ભ્રષ્ટાચારની સામે રામલીલા મેદાનમાં અનશન કર્યું હતું. જૂન ૨૦૧૧માં યોગ ગુરુ બાા રામદેવે આજ મેદાન પર કાળા નાણાંની સામે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ કરી તી. હાલમાં જ દિલ્હીના કેટલાક માર્ગો અને મોગલસરાઈ સ્ટેશનનું નામ બદલવાને લઈને ભાજપને વિરોધ પક્ષ તરફથી ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા દિલ્હી નગર નિગમે ઔરંગઝેબ રોડ અને રેસકોર્સ રોડનું નામ પણ બદલી નાખ્યું હતું. ઔરંગઝે રોડનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ નામ રખાયું હતું. જ્યારે રેસકોર્સનું નામ લોક કલ્યાણ માર્ગે કરાયું હતું.

Previous articleઅમેરિકી પ્રતિબંધની અસર ઘટાડવા  ભારત અને રશિયાની સંયુકત તૈયારી
Next articleનેવી માટે ૧૧૧ હેલિકોપ્ટરોની ૨૧ હજાર કરોડની ડિલ