શેન વોર્નની આત્મકથા ઑક્ટોબરમાં બહાર પડશે

1678

મહાન સ્પિનર શેન વોર્ન આ વર્ષે ઑક્ટોબરમાં પ્રકાશિત થનારી પોતાની આત્મકથામાં તેની અસાધારણ ક્રિકેટ કારકિર્દી અને મેદાન બહારના જીવન માટે ચર્ચા કરવા ઉપરાંત, કેટલીક અજાણી હકીકત બહાર પાડશે. વોર્નની ‘નો સ્પિન’ના નામની આત્મકથાનું ૪થી ઑક્ટોબરે વિશ્ર્‌વભરમાં પ્રકાશન કરાશે.

૧૯૬૯માં ૧૩મી સપ્ટેમ્બરે જન્મેલ વોર્ન ૧૯૯૨માં તેની હેલી ટેસ્ટમાં રમ્યો હતો અને ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટમાં તેણે ૧,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી છે.

એક ઉપયોગી બેટ્‌સમેન તરીકે વોર્ને ૩,૦૦૦થી વધુ ટેસ્ટ રન પણ કર્યા હતા. ૨૦૧૩માં બધા પ્રકારની ક્રિકેટમાંથી સત્તાવારપણે નિવૃત્તિ લીધી હતી અને હાલમાં તે કોમેન્ટેટર તરીકે કામગીરી બજાવી રહ્યો છે.