ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં ડો.જય બદીયાણી દ્વારા પીજી સેન્ટર ઓફ એમ.કોમ.ના વિદ્યાર્થીઓને મોર્ડન માર્કેટીંગ વિષય ઉપર એમકેબીયુના આસી. પ્રાધ્યાપક ડો.જય બદીયાણીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને હાલના સમયમાં કોઈપણ વસ્તુના ઝડપી વેચાણ માટે માર્કેટીંગ કરીને માર્કેટની ક્ષમતા કેવી રીતે વધારવી જોઈએ અને દરેક ક્ષેત્રમાં આધુનિક સમયમાં મોર્ડન માર્કેટીંગની ટેકનીકલ રીતો અંગેનું માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
















