જુનાબંદર ખાર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

1402

શહેરના જુનાબંદર સિનેલ કેમિકલ સામે ખાર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને ગંગાજળીયા પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે જુનાબંદર સિનેલ કેમિકલ સામે ખારમાં જાહેરમાં એલઈડી લાઈટના અજવાળે ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા, મુન્નાભાઈ ભીખાભાઈ વેગડ, બુધાભાઈ ઉર્ફે ભોથો માનજીભાઈ બાંભણીયા, પ્રવિણભાઈ ઉર્ફે હકો હીરાભાઈ સોલંકી રહે.તમામ ક.પરા ભાવનગરવાળાઓને જુગારના સાહિત્ય તથા રોકડ રૂા.૩૧,પપ૦ તથા બેટરી રૂા.૧૦૦૦ તથા એલઈડી લાઈટ કિ.રૂા.૩૦૦ લેખે કુલ રૂા.૩ર,૮પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleસર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleભાવ. રેન્જ આઈજી ની સુચનાથી આરઆર સેલનું વિસર્જન