ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો તખ્તો ગોઠવાયો

1588

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી  ટેસ્ટ મેચ આવતીકાલથી સાઉથમ્પટનના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે.નોટિંગ્હામ ખાતે રમાયેલી  ત્રીજી ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડ પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ આ શ્રેણી હવે વધારે રોમાંચક બની ગઇ છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો  જુસ્સો આસમાને છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીને ૨-૨ કરી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ શરૂઆતની બે ટેસ્ટ મેચો જીતીને શ્રેણીમાં ૨-૧ની લીડ ધરાવે છે. ભારત ટીમની હજુ સુધી આ શ્રેણીમાં લીડ મેળવવા માટે બાકીની બે ટેસ્ટ મેચોમાં જીત મેળવવી પડશે.  બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્‌સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. ટિકા ટિપ્પણી વચ્ચે  વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.  વિરાટ કોહલી હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે.ત્રીજી ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જોઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમા તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્‌સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે.