જન્માષ્ટમી એડિશન માટે ૪ જુનિયર વિજેતાઓ જાહેર કરાયા

1305

પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન (પીજેએફઆઈ)ની જન્માષ્ટમી એડિશનનું આયોજન ભારત ઈસ્કોન મોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પેન્ટાલૂન્સ સ્ટોર ખાતે થયું હતું, જેમાં જુનિયર ફેશનચાહકો દ્વારા વાઈબ્રન્ટ પરિધાનોનું પ્રદર્શન અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું.

વિજેતાઓને અભિનંદન આપતા આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડના પેન્ટાલૂન્સના માર્કેટિંગ એન્ડ લોયલ્ટી હેડ ગૌરવ ચક્રવર્તીએ કહ્યું હતું, ‘પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન એ ભારતમાં ફેવરિટ ફેમિલી ફેશન ડેસ્ટીનેશન – પેન્ટાલૂન્સ દ્વારા આજના બાળકો માટે સમર્પિત છે. આજે બાળકો સ્ટાઈલ અને ફેશન માટે ખૂબ જાગૃત છે અને પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન દ્વારા તેમની પ્રતિભા અને ફેશન માટેની તેમની ઝંખનાને બહાર લાવવા કોશિશ કરવામાં આવે છે.’

આધ્યા પટેલ, માધવન તન્ના, દિયા શાહ અને સમર્થ વિઠલાણીએ ૪-૭ વર્ષ અને ૭-૧૧ વર્ષની કેટેગરીમાં પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકન ટાઈટલ પ્રાપ્ત કર્યા હતા. વિજેતાઓ, રનર્સ-અપ અને ફાઈનલિસ્ટે પેન્ટાલૂન્સ ગિફ્ટ વાઉચર્સ અને રોમાંચક ઈનામો આપવામાં આવ્યા હતા.

નિર્ણાયકોમાં એનઆઈએફડીના એચઓડી મીત પારેખ, માય એફએમના આરજે નુપુર અને ફેશન ડિઝાઈનર અને પ્રોફેશનલ મોડેલ પ્રાચી પટેલ ઉપસ્થિત હતા.

પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઈકનએ દેશમાં યોજાતી દરેક ઘરના ‘સ્ટાર’ માટેની સૌથી વિશાળ જુનિયર મોડેલ હન્ટ છે. આ ઈવેન્ટને ૧૦૦૦થી વધુ બાળકોનો પ્રતિસાદ મળ્યો અને તેઓ શહેરભરમાંથી આ મોડેલ હન્ટમાં સામેલ થયા હતા. ઓડિશન્સના વિવિધ રાઉન્ડ પછી ટોપ ૫૬ ફાઈનલિસ્ટ ગ્રાન્ડ ફિનાલે માટે શોર્ટલિસ્ટ થયા હતા.