દલિત અધિકાર સંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

1649

દલિત અધિકાર સંઘ  ભાવનગર ઉપક્રમે ૧૪મો તેજસ્વી તારાલા વિશિષ્ટ વ્યકિત સન્માન સમારોહ ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રમુખ સ્થાને શિવશક્તિ હોલ, ભાવનગર ખાતે યોજાયેલ. મોહનભાઈ બોરીચાએ  શાબ્દિક સ્વાગત કરી ૧૪ વર્ષથી સતત કાર્યક્રમ કરતી આ સંસ્થા ગુજરાતભરમાં દલિતોનું મજબુત સંગઠન ધરાવતી સંસ્થા છે તેમ જણાવી કેન્દ્ર સરકાર દ્વારા એટ્રોસીટી એકટ મુળભુત સ્વરૂપે કાર્યાન્વિત કરવા તથા રાજય સરકાર દ્વારા ડો. આંબેડકરજીની સંકલ્પ ભૂમિસ્થળ બરોડા ખાતેના વિકાસ માટે રૂા. ૧૧ કરોડ તેમજ વિરમેઘમાયા સ્મારક પાટણ તેમજ બેચરસ્વામી સમાધિ સ્થળ સિધ્ધપુરના વિકાસ અર્થે ૩-૩ કરોડની ગ્રાન્ટની ફાળવણી માટે અભિનંદન પાઠવેલ.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સતત ૧૪ વર્ષથી કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન આપી સંસ્થા દ્વારા સામાજીક સમરસતા માટે તેઓ ૧૪મી એપ્રિલ ડો. આંબેડકરજીની જયંતિ તથા દિવાળી અને બેસતું વર્ષ સતત ૩૮ વર્ષ સુધી દલિત સમાજ સાથે ધોળકા મુકામે ઉજવણી કરે છે.મ ાટે તેઓનું સન્માન બદલ ઋણ સ્વ્કારી કરી દલિતોએ શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કરેલ. આ પ્રસંગે ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થી તથા વિશિષ્ટ વ્યકિતઓનું સન્માન કરેલ જેમાં ભાવનગર રત્ન તરીકે નિષીથભાઈ મહેતાની દિવ્યાંગ વ્યકિતઓની સ.ેવા માટે આગવું સન્માન કરવામાં આવેલ. આ સમારોહમાં ગીરીષભાઈ શાહ, સીતારામબાપુ શિવકુંજ આશ્રમ, ખીમરાજભાઈ બાબરીયા, શશીકાંત ભોજ વિગેરે મહેમાનો ઉપસ્થીત રહેલ, પૂજય સીતારામબાપુએ આર્શીવચન પાઠવેલ.