ઢસા નદીમાં ખરાબો ઠાલવી બુરી નાખવાનું કોન્ટ્રાકટરોનું કારસ્તાન

531

એક તરફ સરકાર દ્વારા તળાવ અને નદીઓ ઉંડી ઉતારવા માટે નવી નવી યોજના અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે ગઢડા તાલુકાના ઢસાગામે રાજકોટ હાઈવે રોડ પર આવેલ પુલ ની બન્ને સાઈડ નદી નુ પુરાણ કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે

ઉપરોક્ત વિગતો અનુસાર ગઢડા તાલુકાના ઢસાગામે ભાવનગર રાજકોટ નવો ફોર લાઇન રોડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં રાજકોટ રોડ પર નો નવો પુલ બનાવવામાં આવ્યો હતો જેમાં જુનો પુલ તોડવામાં આવ્યો હતો જેમાં થી જૂનુ આર.સી.સી તેમજ માટી ખરાબો જે નદી ના પટમાં નાખવામાં આવ્યું હતું જેના કારણે ઉપરવાસમાં સારો વરસાદ થતાં નદી નું પાણી મોટાં પ્રમાણ માં રહેણાક વિસ્તાર અને મંદિર માં ઘુસ્વા ની ભીતી સેવાય રહી હતી ત્યારે તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે આગલા દિવસોમાં સારો વરસાદ થતાં રહેણાક વિસ્તાર અને મંદિર માં ઘુસ્વા ની ભીતી સેવાય રહી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નદી માંથી ખરાબો અને કચરો દૂર કરવામાં આવે તેવી લોકો માં માગ ઉઠી છે.

Previous articleબરવાળાના કુંડળ પાસેથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો,મુખ્ય સુત્રધાર ફરાર 
Next articleજાફરાબાદ તર્ક સમાજના હોદ્દેદારોની વરણી