૨૦ સેન્કડમાં ખામી દૂર ન કરાઈ હોત તો રાહુલ ગાંધીનું પ્લેન ક્રેશ થઈ ગયું હોત!!

866

કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન એપ્રિલમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હીથી હુબલી જઈ રહેલા વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી. તેને કારણે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ ડીજીસીએના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તકનીકી ખરાબી પર પાયલટ કાબુ મેળવી શકત નહીં.. તો આગામી ગણતરીની સેકન્ડમાં ગંભીર પરિણામો સામે આવવાની શક્યતા હતી. ત્યાં સુધી કે રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થવાની પણ શક્યતા છે. તે દિવસે રાહુલ ગાંધીનું ચાર્ટર્ડ પ્લેન અચાનક એક તરફ ઝુકવા લાગ્યું હતું અને તેમાથી અવાજ પણ આવી રહ્યો હતો. વિમાન ઓટો પાયલટ મોડ પર ચાલી રહ્યો હતો. આ ઘટનાને કોંગ્રેસે બાદમાં એક ષડયંત્ર ગણાવ્યું હતું. રાહુલ ગાંધીના નિકટવર્તી સ્ટૂડન્ટ્‌સે કર્ણાટક પોલીસને આની ફરિયાદ કરી હતી. બાદમાં તપાસ માટે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએની બે સદસ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી.

ડીજીસીએના વરિષ્ઠ અધિકારીએ ક્હ્યુ છે કે કદાચ પાયલટની ભૂલને કારણે આમ થયું હશે. વિમાનમાં કોઈક ગડબડ થઈ અને તે ઝડપથી પડવા લાગ્યું હતું. અચાનક અલ્ટિટ્યૂડ ઘટડવાને કારણે વિમાન અવાજ કરવા લાગ્યું હતું. ડીજીસીએ દ્વારા ફ્લાઈટ ડેટા રેકોર્ડ અને કોકપિટ સિસ્ટમની પણ તપાસ કરવામાં આવી છે.

તપાસ સમિતીની વિગતો લીક થઈ ગઈ છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીનું પ્લેન ઉડ્ડયન દરમિયાન ગણતરીના સમય માટે સહેજથી બચી ગયું હતું. જોકે આ અહેવાલ હજી સુધી એનડીએ સરકારે જાહેર નથી કર્યો. રાહુલ ગાંધી જે ચાર્ટર્ડ પ્લેનમાં બેઠાં હતાં, તેમાં જ્યારે યાંત્રીક ખામી સર્જાઈ તો ક્રૂએ તેને સંભાળવામાં સહેજ ચુક દાખવી હતી. જો માત્ર ૨૦ સેકંડની અંદર આ ખામી દૂર ના કરવામાં આવી હોત તો પ્લેન ક્રેશ થઈ ગયું હોત. જ્યારે આ ઘટના ઘટી ત્યારે પ્લેન ઑટો પાયલટ મોડ પર હતું. આ સ્થિતિમાં પાયલોટે વિમાનને તરત જ મેન્યુઅલ રીતે કંટ્રોલ કરવું પડે છે. પરંતુ ક્રુ ને તે દિવસે પ્લેન પર નિયંત્રણ મેળવવામાં થોડો સમય લાગી ગયો. કોંગ્રેસ આ તપાસ રિપોર્ટને જાહેર કરવાની માંગણી કરી રહી છે.

Previous articleકાશ્મીરની ઈરમ રાજ્યની પહેલી મહિલા પાયલટ બનશે
Next articleટ્રમ્પની WTOને ધમકી : અમારી શરતો પૂર્ણ નહિ થાય તો અમે બહાર નીકળવા પર વિચાર કરીશુ