હજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી

1329

બોલિવુડમાં યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહી છે. જે પૈકી તેની સૌથી પહેલા નમસ્તે ઇંગ્લેન્ડ ૧૯મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની પાસે અક્ષય કુમારની સાથે કેસરી,, સિદ્ધાર્થ સાથે જબ્બરિયા જોડિયા,  અને અર્જુન કપુર સાથે સંદીપ ઔર પિન્કી ફરાર જેવી ફિલ્મો રહેલી છે. પરિણિતી  નક્કરપણે માને છે કે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ ખુબ ઓછા લખવામાં આવે છે. વિતેલા વર્ષોમાં અભિનેત્રીઓ માટે સારા રોલ લખવામાં આવતા હતા. જો કે હવે અભિનેત્રી માટે આ પ્રકારના રોલ લખાતા નથી. તેનુ કહેવુ છે કે વર્ષો બાદ રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેઇન કરીને તે ખુબ ખુશ છે. કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડે છે. આવી સ્થિતીમાં અભિનેત્રીઓ માટે કોમેડી રોલ લખવામાં આવે તેમ તે પોતાની રીતે માને છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં હેમા માલિની, શ્રીદેવી, જુહી ચાવલા, કરિશ્મા કપુર અને અન્ય કેટલીક અભિનેત્રી સારી કોમેડી ફિલ્મો કરી ચુકી છે. જો કે આજે કોમેડી ફિલ્મ અને રોલના અભાવ દેખાઇ રહ્યા છે. પરિણિતી પાસે અન્ય કેટલીક સારી ફિલ્મો પણ છે. જેમા ંતે સુશાંત રાજપુતની સાથે રણ કામ કરી રહી છે.  પરિણિતી ચોપડા માને છે કે તેની બહેન પ્રિયંકા ચોપડા બોલિવુડના કલાકારો માટે હવે ગર્વ સમાન બની ગઇ છે. તે હોલિવુડ ફિલ્મો અને અમેરિકી સિરીઝમાં પણ લોકપ્રિય રહી છે. પરિણિતી ચોપડા કહે છે  કે તે અર્જુન કપુરની સાથે સૌથી વધારે ફિલ્મો કરી રહી છે. તેની સાથે તેની કેમિસ્ટ્રી પહેલાથીજ રહેલી છે. તેની કેરિયરની ગતિ પણ અર્જુન સાથે જ ઇશ્કજાદે મારફતે પકડાઇ ગઇ હતી.