હાર્દિક પટેલ આવતીકાલથી ભાવનગર જિલ્લાનાં પ્રવાસે

777
bhav25102017-4.jpg

પાટીદાર અનામત આંદોલનના યોદ્ધા હાર્દિક પટેલ આવતીકાલ તા.૨૬થી ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ચૂંટણી નજીક છે પડઘમો વાગી ચુક્યા છે ત્યારે હાર્દિક પટેલના પ્રવાસ થી ચોક્કસ રાજકારણ પણ ગરમાશે જ્યારે હાર્દિક સિહોર ભાવનગર ઉમરાળા ગારીયાધાર પાલિતાણા ગ્રામ્ય વિસ્તારોમાં સભા અને રોડ શો નું આયોજન કરાયું છે જેના અનુસંધાને પાસ ટિમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો લેવાઈ રહી છે અને હાર્દિકના પ્રવાસને સફળ બનાવવા એડીચોંટી નું જોર લગાવાઇ રહ્યું છે ઠેર ઠેર બેનરો સભા રોડશોની સંપૂર્ણ તૈયારીઓ કરાઈ રહી છે સિહોર ગારીયાધાર, પાલીતાણા, ઉમરાળાના ગ્રામ્ય વિસ્તારોમાં રોજે રોજ બેઠકો શરૂ કરાઇ છે ત્યારે કાર્યક્રમ ને સફળ બનાવવા નરેશ ડાખરા, ગોપાલ ઇટલીયા, વિજય માંગુકીયા, જતીન ભીંગરાડીયા, સુરેશ ગોટી, પાકો પટેલ, વિપુલ ભીંગરાડીયા, મનોજભાઈ ટીબી, કનુભાઈ ટીબી, સંદીપ ગોપાની, નીતિનભાઈ ગલાની, કિરીટભાઈ ગોધાણી, હાર્દિક દોમડીયા, નરેશ જસાની, મહેશ વાઘાણી, હેમીશ પટેલ, સહિતના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.